લોકોની પ્રબળ માગ:ફતેપુરા બટકવાડા રોડની બંધ કામગીરી કલેક્ટરને રજૂઆત બાદ તાત્કાલિક શરૂ

ફતેપુરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાથી વેળાના ઢાળમા અકસ્માત નોતરે તેવો વળાંકનો ફોટોે. - Divya Bhaskar
હાથી વેળાના ઢાળમા અકસ્માત નોતરે તેવો વળાંકનો ફોટોે.
  • કોન્ટ્રાકટર દ્વારા ઝડપભેર સુવ્યવસ્થિત કામ પુરી કરાય તેવી લોકોની પ્રબળ માગ

ફતેપુરાથી સલરા બટકવાડા રોડની નવિનીકરણની કામગીરી ગત મહિને શરૂ કરવામા આવી હતી. કામગીરી શરૂ કરી અધુરી કામગીરી કરી રસ્તાની કામગીરી બંધ કરી દેવામા આવી હતી. હાર્ડ મેટીરયલ નાખી રસ્તાની કામગીરી બંધ કરી દેવાતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી હતી. જેના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા.

બંધ કામગીરીને લઇને લોકો દ્વારા દાહોદ કલેકટરને કામગીરી શરૂ કરવા રજુઆત કરવામા આવી હતી. દાહોદ કલેકટરને રજુઆત કરાતા ફતેપુરા સલરા બટકવાડાની કામગીરી તાબડતોડ શરૂ કરાઇ છે. રસ્તાની કામગીરી પુરજોશમા શરૂ કરાતા લોકોમા ખુશી જોવા મળી હતી.

હાથીવેળા ભયજનક વળાંક દૂર કરવો જરૂરી
ફતેપુરા બટકવાડામા માર્ગ પર હાથી વેળાના નજીક ચઢતા ઢાળ પર અકસ્માત નોતરે તેવો ભયજનક વળાંક છે. જવાબદાર કોન્ટ્રાકટર દ્વારા આ વળાંકને પણ દૂર કરી રસ્તો પોહળો કરી ડામર પાથરવામા આવે જેથી કરીને આ વળાંકમા અકસ્માતના બનાવો ન બને અને સુવ્યવસ્થિત રોડ બને તે જરુરી છે.

અન્ય સમાચારો પણ છે...