તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનો માહોલ:ફતેપુરા તાલુકામાં ફોર્મ ભરાતાં ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ

ફતેપુરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીટિંગો યોજતા ઉમેદવારો : પ્રચારને લઇને લગ્ન જેવો માહોલ

ફતેપુરા તાલુકામાં તાલુકા પંચાયત જીલ્લા પંચાયતની ચુટણીઓ વચ્ચે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ઉમેદવારો ચુંટણી પ્રકિયાની પ્રચાર પ્રસારની કામગીરીમાં જોતરાયા છે. તાલુકાની 28 જીલ્લા પંચાયત સીટો, 6 જીલ્લા પંચાયત સીટો માટે 114 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોધાવી છે. ફોર્મ ભર્યા પછી પરત ખેચવાની તારીખ પૂર્ણ થતા ઉમેદવારોનુ ચિત્ર સ્પષ્ટ થયું હતું.

ચિત્ર સ્પસ્ટ થતા ઉમેદવારોને નિશાન ફળવાતા ઉમેદવારોએ પત્રિકાઓ છપાવી પોતાનુ નિશાન દર્શાવી મતની અપીલ સાથેની માગણીઓ શરુ કરી છે. ભાજપ -કોંગ્રેસ અપક્ષ સહિત ભારતીય ટ્રાયબલ, આપ પાટીઁના ઉમેદવારોની સભાઓનો ઠેર ઠેર દોર શરુ થયો છે. રાત્રિ દરમ્યાન ખાટલા બેઠકો યોજાઇ રહી છે. ઉમેદવારો તરફથી લોકોને ચા નાસ્તો જમણની પણ વ્યવસ્થા કરાતા ગ્રામ્ય વિસ્તારોમાં ચુટણી પ્રચાર સાથે લગ્ન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો