તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ફતેપુરા તાલુકામાં BSNLની સેવા ખોરવાતાં કચેરીઓ ઠપ

ફતેપુરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અવાર નવાર ખોરવાતી સેવાને લઇને લોકો પરેશાન

ફતેપુરા તાલુકા માં BSNLની ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઇ જતા કચેરીના કર્મચારીઓથી લઇને લોકો હેરાન પરેશાન બન્યા છે. ફતેપુરા તાલુકામાં બીએસએનએલની સેવાઓના અણધટ વહીવટને લઇને લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. તાલુકા માં છેલ્લા એક સપ્તાહથી ઇન્ટરનેટ સેવા બંધ જોવા મળી રહી છે. ફતેપુરા ની પોસ્ટ ઓફિસ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, બેંકો માં ઇન્ટરનેટ બંધ હોવાથી ઓનલાઈન થતાં કામો અટવાઇ પડયા છે. બેકોમાં પોસ્ટ ઓફિસ માં ઇન્ટરનેટ સેવા ચાલુ ન રહેતા લોકો ને પોતાના ખાતામાં રુપિયાની લેવડ લેવડ થઇ શકતી નથી અને ફોગટના ફેરા ખાવા પડી રહ્યા છે.

છાસવારે ખોટખાતી સેવાને લઇને લોકો મુશ્કેલી માં મુકાય છે. અધિકારીઓ દ્વારા લાઇન ચાલુ કરવામાં માટે BSNL ઓફિસમાં ફોન કરાતા કોન્ટેક્ટ લુઝ છે, લાઇનમાં ફોલ્ટ છે, ફોલ્ટ મળ્યે તરતજ લાઇન ચાલુ થશેના જવાબો અપાય છે. પરંતુ સાત સાત દિવસો સુધી લાઇનો ચાલુ થતી નથી ત્યારે કેટલીક બેંકોએ ખાનગી કંપનીની ઇન્ટરનેટ સેવાઓ ચાલુ કરાવતા સરકારને સીધો નફા માંથી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...