તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયોત્સવ:ફતેપુરા તાલુકામાં ભાજપનો વિજય, કાર્યકરોમાં ઉત્સાહ

ફતેપુરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફતેપુરા તાલુકામા ભાજપનો ભવ્ય વિજય જોવા મળ્યો હતો. તાલુકાની 28 સીટોમાથી 23 સીટો ભાજપના ફાળે આવી છે. બે સીટ અપક્ષ ત્યારે ત્રણ સીટો કોંગ્રેસના ફાળે આવી છે. ફતેપુરાની કોંગ્રેસના કબજાની તાલુકા પંચાયત ભાજપે બહુમતી મેળવી પોતાના કબજામા કરી લીધી છે. ત્યારે કોંગ્રેસના રજનીકાબેન ધનશ્યામભાઇ મછાર લખનપુરી સીટ પરથી ચુટાઇ આવી પોતાનો ઘડ સાચવ્યો હતો. ફતેપુરાની રૂપાખેડા, સલરા સીટ કોંગ્રેસના ફાળે છે.

તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગીતાબેન નરેન્દ્રભાઇને ભાજપમાથી ટીકીટ ન મળતા અપક્ષ દાવેદારી કરી તેઓ વિજય બન્યા છે. ઇટા સીટ પણ અપક્ષના ઉમેદવારે આચકી છે. જીલ્લા પંચાયતની લખણપુર સીટમા પ્રફુલભાઇ ડામોરે ઘણા સમય બાદ વિજય મેળવતા તાલુકાની મોટીરેલ, સલરા, મારગાળા, નિંદકાપૂર્વ, ઘુઘસ સહિત છ સીટો ભાજપના ફાળે આવતા તાલુકામા ભગવો લહેરાયો છે. ભાજપ ઉમેદવારોએ વાજતે ગાજતે આતિશબાજી કરી જીતની ઉજવણી કરી છે.

ગરબાડા તાલુકા પંચાયતમાં ભાજપનો કેસરિયો લહેરાયો
ગરબાડા. ગરબાડા ખાતે મોડેલ સ્કૂલ ગરબાડા ખાતે મતગણતરી હાથ ધરી હતી. જેમાં 24 તા.પં. સીટ અને 5 જિ. પં. સીટ નું પરિણામ જાહેર થયું હતું. તા. પં.ની 24 સીટો પૈકી ભાજપે 17 સીટો પર ભગવો લહેરાવ્યો હતો જ્યારે કોંગ્રેસ 3 અને અપક્ષના ફાળે 4 બેઠકો કરી હતી. જિ. પં.ની પાંચ બેઠકો ની વાત કરીએ તો ત્રણ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો એક બેઠક પર કોંગ્રેસ વિજેતા બની જ્યારે એક બેઠક પર કોંગ્રેસ અને બાકીની એક પર અપક્ષ ઉમેદવારે બાજી મારી હતી પરિણામો જાહેર થતાં વિજેતા ઉમેદવારોએ શાંતિપૂર્ણ રીતે વિજય સરઘસ કાઢયા હતા. મતગણતરીની સુંદર વ્યવસ્થાના લીધે ત્રણ વાગ્યા સુધી સંપુર્ણ પરિણામ જાહેર થઇ ગયું હતું જેમાં જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારી વી. બી પટેલ, મામલતદાર કુલદીપ દેસાઈ તાલુકા વિકાસ અધિકારી કે પંચોલી, ગરબાડા પીએસઆઇ પીકે જાદવ સહિતની પોલીસની ટીમ અને તમામ સરકારી કર્મચારીઓ ના સહયોગથી શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પ્રક્રિયા સંપન્ન થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...