આક્રોશ:ફતેપુરા તાલુકામાં ઉચ્ચતર પગાર તફાવતના નાણાં ન ચૂકવાતાં રોષ

સુખસર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષથી પગારના બિલો બનાવી તા.પં. માં જમા કરાવ્યા છે

ફતેપુરા તાલુકામાં અવાર-નવાર તાલુકા કક્ષાના જે-તે શાખાના જવાબદારો દ્વારા પોતાને લગતી કામગીરી સમય મર્યાદામાં કરવાના બદલે હોતા હૈ નીતિ અપનાવી મનસ્વી વહીવટ ચલાવતો હોવાની ફરિયાદો ઉઠે છે.જેમાં હાલ ફતેપુરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના સરકાર દ્વારા ઉચ્ચતર પગારના તફાવતના નાણા બે માસથી તાલુકા કક્ષાએ પહોંચ્યા હોવા છતાં આ નાણાં શિક્ષકો સુધી નહીં પહોંચતા શિક્ષક આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને 9-20-31 ના ઉચ્ચતર પગારના તફાવતના નાણાં છેલ્લા એક વર્ષ થી ચૂકવવામાં નહીં આવતા શિક્ષકોમાં ગણગણાટ થઈ રહ્યો છે.જોકે સરકાર દ્વારા ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં બે માસ અગાઉ આ નાણાં મોકલી આપવામાં આવેલ છે.

પરંતુ તાલુકા કક્ષાએથી આ નાણાની શિક્ષકોને ચુકવણી કરવામાં નહીં આવતા શિક્ષકો ચિંતામાં મુકાયા છે. ગત એક વર્ષથી કોને કેટલા નાણા મળવા પાત્ર છે. તેના બિલો પણ બનાવીને તાલુકા પંચાયત કચેરીએ જમા કરવામાં આવેલ હોવાનું શિક્ષકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...