તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાલમુની ઉત્સવચંન્દ્ર સાગરજીનું સ્વાગત:ક્રોધથી વ્યક્તિનું પતન થાય છે, તેણે ક્રોધ કયારેય કરવો જોઇએ નહીં : આનંદચન્દ્રસાગર મ. સાહેબ

ફતેપુરા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફતેપુરામા ભકતોને વ્યાખ્યાનનો રસપાન કરાવતા જૈનમુની. - Divya Bhaskar
ફતેપુરામા ભકતોને વ્યાખ્યાનનો રસપાન કરાવતા જૈનમુની.
 • બાલમુની ઉત્સવચંન્દ્ર સાગરજીની વતનમાં પધરામણી થતાં વાજતે ગાજતે સ્વાગત

ફતેપુરાના નાનકડા ગામમાથી આજથી સાત વર્ષ પહેલા જૈન સમાજના નહાર પરિવારમાથી માત્ર સાત વર્ષની આયુના બાળકે નાનીવયે દિક્ષાલેતા બાલમુની ઉત્સવચંન્દ્રસાગજીના નામથી પ્રખ્યાત થયેલ સંત બે વર્ષના વિહાર બાદ ફતેપુરા આવતા લોકોએ તેઓનુ બેન્ડવાજા સાથે ભવ્ય સ્વાગત કર્યુ હતું. બાલમુની સાથે પૂજય ગણવરીય આનંદચંન્દ્રસાગજી મારાસાહેબ, ચારિત્રચંનદ્રસાગરજી મારાસાહેબ પધારતા જૈન જીનાલયનજીકના ઉપાશ્રય ખાતે આશ્ર્ય લીધો છે. જૈન મુનિઓ દ્વારા વ્યાખ્યાન રાખવામા આવતા ફતેપુરાના ગણમાન્ય લોકોએ વ્યાખ્યાનનો લાભ લીધો હતો.

પરમ પૂજય આનંદચંન્દ્રસાગજી મારાસાહેબે ભક્તોને વ્યાખ્યાનમા જણાવ્યુ હતુ ક્રોધએ વ્યકિતના પતનનુ મુળભુત કારણ છે જેથી ક્રોધ ન કરવો કુટેવો કુવ્યશનનો ત્યાગ કરવો હાલના આધુનિકયુગમા મોબાઇલ એક કચરા પેટી છે. જે નાના બાળકોથી લઇને સૌની આદતો બગાડે છે. મોબાઇલથી સૌએ દુર રહેવુ જોઇએ. બિન જરુરી મોબાઇલનો ઉપયોગ ન કરવો તેમજ પોતાને આધુનિક જીવન શૈલીથી પણ દુર રહી જે પરિસ્થિતિ હોય તેમાજ સ્વયં રાખી હાયલાય વગરનુ મનની શાંતીઆપે તેવુ જીવન જીવવા આગ્રહ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો