તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સભા:વલુન્ડી ગામે આમ આદમી પાર્ટીની જન સંવેદના સભા

ફતેપુરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફતેપુરામાં આમ આદમી પાર્ટીની જનસંવેદના મુલાકાત યાત્રા અંતર્ગત સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. - Divya Bhaskar
ફતેપુરામાં આમ આદમી પાર્ટીની જનસંવેદના મુલાકાત યાત્રા અંતર્ગત સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
  • આમ આદમી પાર્ટીની આવનાર સમયમાં સરકાર બનાવવા આહવાન

ફતેપુરા તાલુકાના વંલુન્ડી ગામે આજરોજ જનસંવેદના મુલાકાત કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજવામાં આવી હતી. સભામાં પ્રદેશ નેતા ઇશુદાનભાઇ ગઢવી, વિજયભાઇ સુવાળા, જયેશભાઇ સંગાડા, ફતેપુરા તાલુકાના પ્રમુખ ધનજીભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

કાર્યક્રમમાં પ્રદેશ નેતા ઇશુદાન ગઢવીએ જાહેર જનતાને સંબોધી જણાવ્યું હતું કે ભાજપની સરકારનો અંહકાર વધી ગયો છે. ભાજપના રાજમાં મોઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ આસમાને છે. સરકારી શાળાઓ બંધ થઇ રહી છે.

શિક્ષણનુ વેપારી કરણ થાય છે. ભાજપ સરકાર એરપોટ, રેલ્વે સ્ટેશન, રોડ રસ્તાઓ અને હવે સ્ટેડીયમ સાથે દેશ વહેંચવા નિકળ્યા છે. આવી સરકારને ઉખાડી ફેંકી 2022ની ચુંટણીમા આમ આદમીની સરકાર બને તો લોકોને ઘરે ઘર અનાજ પહોચાડવાનુ, દરેકના ખાતામા રૂપિયાની સહાય આપવાની સાથે સારૂ શિક્ષણ આપવાની વાત કરી હતી.

તેમની સાથે ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ ફતેપુરા તાલુકામાં લોકોના કામો ન થતાં હોવાની તેમજ તાલુકા કક્ષાએ સારી હોસ્પિટલ નથી. પ્રાથમિક સુવિધાઓ ન હોવાનું કહી ફતેપુરા તાલુકામાં લોકોને પીવાનું સિંચાઇનું પાણી ન મળતુ હોવાનું કહી આદિવાસીઓને અન્યાય કરાતો હોવાની વાત કરી હતી. સભામાં ભાજપ, કોંગ્રેસ બન્નેને આડેહાથ લઇ આમ આદમીની આવનાર સમયમાં સરકાર બનાવવા આહવાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...