લાખ રૂપિયાનું નુકસાન:ફતેપુરા તાલુકાના મારગાળામાં વીજળી પડવાથી મકાન તૂટતાં બળદ-ભેંસનું મોત

ફતેપુરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાન માલિકને ચાર લાખ રૂપિયાના નુકસાનનો અંદાજ

ફતેપુરા તાલુકાના મારગાળાના ગામના તળગામ ફળિયા ખાતે રહેતા કલસીંગભાઇ લાલાભાઇ ભાભોર ખેતીવાડી તથા પશુપાલન કરી પોતાના ઘરનું ગુજરાત ચલાવે છે. તેઓ ગતરોજ રાત્રીના 9:30 વાગ્યાના અરસામાં જમી પરવારી ઊંઘવાની તૈયારી કરી રહ્યા હતા. તે વીજળીનો જોરદાર કડાકો થયો હતો.

પશુ બાંધી રાખ્યા હતા કલસિંગભાઇના તે પાકા ઘર ઉપર વીજળી પડી હતી. પશુઓ બાંધેલા હતા ત્યાં ધડાકાને કારણે તેઓ ઘરની બહાર નીકળ્યા હતા. પશુઓ બાંધેલ મકાનનો સ્લેબ તૂટી પડ્યો હોવાનું જોવા મળ્યુ હતું. જેથી ઘરના સભ્યોએ બુમાબુમ કરતા આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા. અને મકાનની અંદર બાંધેલ બળદ તથા ભેંસને બચાવવા પશુઓ ઉપર પડેલ સ્લેબને હટાવવાની તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવી હતી.ત્યારે સ્લેબ નીચે દબાઈ ઇજાઓ પામેલ ભેંસ મરણ ગયેલ હોવાનું જોવા મળ્યું હતું.

જ્યારે સ્લેબ નીચેથી કાઢવામાં આવેલ બળદ જીવીત હતો. પરંતુ ગંભીર ઇજાઓના કારણે એકાદ કલાક બાદ બળદનું પણ મોત નીપજ્યુ હતું. આ ઘટનામાં કલસિંગભાઇને ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ માંડવામાં આવ્યો છે. આ મામલે સુખસર પોલીસ મથકમાં પણ જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...