ભાસ્કર વિશેષ:700 વર્ષ જૂનું શિવાલય અને સ્થાપત્યો રૂા. 25 લાખના ખર્ચે જિર્ણોદ્ધાર પામશે

ફતેપુરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભોજેલામાં પાતાલેશ્વર મહાદેવ મંદિર,તેની નજીક આવેલ પૌરાણિક વાવ, વાવની નજીક આવેલ પૌરાણિક ખંડિત પ્રતિમાઓ. - Divya Bhaskar
ભોજેલામાં પાતાલેશ્વર મહાદેવ મંદિર,તેની નજીક આવેલ પૌરાણિક વાવ, વાવની નજીક આવેલ પૌરાણિક ખંડિત પ્રતિમાઓ.
  • વાવમાં ચામંુડા માતાની હાજરીની આસ્થા : પાતાલેશ્વર મંદિરમાં 15 ફૂટ ઊંડુ શિવલિંગ

ભોજેલા ગામે આવેલા પાતાલેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક પ્રતિમાઓનું અખુટ ભંડાર ધરાવતુ શિવ મંદિર છે. આ સ્થળે પૌરાણિક વાવ પણ આવેલી છે. આ વાવમા ચામુંડા માતાની સાક્ષાત હાજરી હોવાની પણ લોક માન્યતા છે. પાતાલેશ્વર મંહાદેવ મંદિર આશરે 700 વર્ષ જેટલુ પૌરાણિક હોવાનું કહેવાય છે.

કડાણાના મહિકાંઠાના માછી સમાજના લોકોના કુળદેવી હોઇ દર વર્ષે નવરાત્રીમાં વાવ નજીકથી માતાની જયોત પ્રજવલિત કરી નવરાત્રીનો અખંડ દીપક મુકે છે. મહાદેવનું શિવલિંગ પણ જમીનમા 15 ફુટ નીચે આવેલ હોવાથી પાતાલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. ગ્રામજનો, સરપંચ અને ગામ લોકો દ્વારા આ મંદિરનો હાલ 25 લાખ રુપિયા કરતા પણ વધુ રકમથી જિર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિર નિર્માણની કામગીરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...