હોળી ધુળેટીના તહેવારની ઉજવણીના આડેહાથ ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે હોળીના તહેવારમાં અનિચ્છનીય બનાવ ન બને ગ્રામ્ય વિસ્તારોમાં માથાકૂટના બનાવો ન થાય દાહોદ જિલ્લા કલેકટરના જાહેરનામાનું પાલન થાય કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં હોળી અને ધૂળેટીના તહેવારની ઉજવણી થાય તે હેતુસર ફતેપુરા પોલીસ દ્વારા આગોતરું આયોજનના ભાગરૂપે તાલુકામાં હોળી અને ધૂળેટીના દિવસોમાં સઘન પેટ્રોલિંગ માટે ફોરવ્હીલ વાહનો સાથે પોલીસની 5 જેટલી ટીમો તહેનાત કરવાની કામગીરી કરાય છે.
તાલુકાના મુખ્ય મથક સહિત અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં પોલીસની આ ટીમો દિવસ રાત સતત પેટ્રોલિંગ કરવામાં આવ શે. માથાકૂટ કરતા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.
શાંતિ સમિતિની મીટિંગો પણ કરી
હોળી અને ધુળેટીના તહેવારની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય મારામારીના અનિચ્છનીય બનાવ ન બને તેમજ દાહોદ કલેક્ટરના જાહેરનામાનું પાલન થાય તે હેતુસર અમારા દ્વારા સતત પેટ્રોલિંગ માટે 5 ટીમો બનાવી છે. સરપંચો સાથે શાંતિ સમિતિની બેઠક પણ યોજી છે. ગોપાલભાઈ ભરવાડ, PSI ફતેપુરા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.