તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભર:ધાનપુર તાલુકામાં મહુડાનાં ફુલ વીણીને પૂરક રોજગારી મેળવતી આદિવાસી પ્રજા

ધાનપુર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સહકુટુંબ ફુલ વીણવા જોતરાય જાય છે, ફળનું તેલ પણ ગરીબના રસોડામાં ઉપયોગી બને છે

ધાનપુર તાલુકોએ આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકો છે. તેમજ અહીં ડુંગરો, વૃક્ષોની કુદરતે લોકોને બક્ષિસ આપી છે. ત્યારે હાલમાં ધાનપુર તાલુકાનું કલ્પવૃક્ષ ગણાતું મહુડાના ફૂલ વીણવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વળી જંગલોની આસપાસ વહેલી પરોઢથી જ લોકો સહકુટુંબ મહુડાના ફૂલ વીણવાની કામગીરીમાં જોતરાયેલા હોય છે. મહુડાના વૃક્ષો રતનમહાલના જંગલ વાળા વિસ્તારમાં પટ્ટીમાં સૌથી વધુ છે. ત્યારે અહીંના લોકોને મહુડાના ફૂલ વીણીને બજારમાં વેચી તેની પૂરક રોજગારી મેળવી લોકોની આર્થિક રીતે ખૂબજ ઉપયોગી બની રહ્યા છે.

મહુડાનું ફુલ કલ્પવૃક્ષ એટલે માટે કહેવામાં આવે છે કે આ વૃક્ષ ઉપર એક જ સીઝનમાં ફૂલ અને ફળ બન્ને ગરીબ લોકો માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે. ત્યારે હાલમાં લગ્ન અને ચાંદલાની જેવા સામાજીક પ્રસંગો પુરબહારમાં જામ્યા છે ત્યારે અહીંના લોકો માટે મહુડાનાફુલ વેચીને તેમાંથી ઉપજતી આવક સામાજિક પ્રસંગોમાં ખૂબ જ મદદરૂપ થાય છે અને લોકોના સામાજિક પ્રસંગો પણ સચવાઈ રહે છે.

મહુડાના ફૂલ વીણીને તેને સુકવણી બાદ વેચીને લોકો પૂરક રોજગારી મેળવી રહ્યા છે. એટલું જ નહીં હાલમાં છૂટક વેચાણમા મહુડાનાં ફુલ કવિન્ટલના 5000 જેટલા નાણાં મળી રહે છે. બે મહિના બાદ મહુડાનાં વૃક્ષ પર ફળ આવશે તે ફળનુ તેલ પણ ગરીબના રસોડામાં ઉપયોગી બને છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો