તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દુધામલીમાં બે મોટર સાઇકલ વચ્ચેના અકસ્માતમાં 3 યુવાનના મોત નિપજ્યાં

ધાનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દુધામલીના બે ભાઇઓ શાકભાજી લેવા જતા રસ્તામાં અકસ્માતને ભેટ્યા
 • ગંભીર રીતે ઘાયલ ભોરવાના બે યુવકોને ગોધરા રિફર કરતાં એકનું મોત

ધાનપુર તાલુકાના ગામે બે મોટર સાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બંને મોટર સાયકલ પર સવાર ત્રણ યુવાનોના સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમા શોકગ્રસ્ત બન્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર તાલુકાના દૂધામલી ગામના અલ્કેશભાઈ અને કૈલેશભાઈ બંને ભાઈઓ પોતાના પિતાની મોટર સાયકલ જીજે-17-બીઈ-0784 લઈને શાકભાજી લેવા જઈ રહ્યા હતા અને થોડેક દુર જતા જ દુધામલીમા બસસ્ટેન્ડ પર સામેથી પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લઈને આવતા ભોરવા ગામના યુવાન મોટર સાયકલને અડફેટમાં લેતા બંને મોટર સાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભોરવા ગામના જશુભાઈ ખેમા પટેલ અને બીજો એક અજાણ્યા ઈશમ સ્પ્લેનડર પ્લસ જીજે-6-બીઈ-9282નો ચાલક ભોરવા ગામનો જશુભાઈ અને અજાણ્યા ઈસમ તેમજ દુધામલીના બંને ભાઈઓને શરીર પર ગંભીર ઈજાઓ થતા 108 મારફતે દેવગઢ બારીઆ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં દુધામલીના બંને ભાઈઓને તબીબે મૃત જાહેર કર્યા હતા. જયારે ભોરવાના યુવાનને વધુ સારવાર અર્થે ગોધરા રિફર કરવામાં આવ્યા હતા. જેમાં એક યુવાનનુ મોત નિપજ્યાની માહિતી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો