તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્કયુ:નાનીખજુરીમાં ભાગવા ગયેલો દીપડો ફસડાયા બાદ ઉઠ્યો જ નહીં

ધાનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉભંુ થવાતું ન હોવાથી દીપડો આક્રંદ કરી ત્રાડ નાખી રહ્યો હતો

દેવગઢ બારિયા તાલુકાના નાની ખજુરી ગામના જંગલ નજીક શુક્રવારે પુખ્ત વયનો બીમાર દીપડો જોવા મળ્યો હતો. લોકોએ વન વિભાગને જાણ કરતા સ્થળ પર દોડી જઇને બીમાર દીપડાને રેસ્કયુ કરીને સારવાર અર્થે લઈ જવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. નાનીખજુરીમા જંગલ નજીક આવેલા ખેતરોમાં લોકો કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક લોકોની નજર બિમાર દીપડા પર પડી હતી. લોકોને જોઇને નાસવા ગયેલો દીપડો ફસડાઇ પડ્યો હતો.

પડી ગયા બાદ દીપડો ઉભો પણ થઈ શકતો નહોતો અને ત્રાડ નાખી રહ્યો હતો. વાયુવેગે આ વાત ફેલાતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતાં. દેવગઢ બારીઆ વનવિભાગના આર.એફ.ઓ. આર.એમ.પુરોહિતને જાણ કરતા વનવિભાગનો સ્ટાફ રેસ્કયુ માટેના જરૂરી સાધનો જાળી સાથે દોડી આવ્યા હતા. સમીસાજના સમયે વનવિભાગના વનકર્મી હિરાભાઈ એસ.ચૌહાણ અને અન્ય સ્ટાફ દ્વારા દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...