દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજોઇ ગામે છોકરીનો નિકાલ મામલે બે પક્ષ વચ્ચે મનમેળ સધાયુ ન હતું. એક પક્ષના 10 લોકોના ટોળાએ લાકડી અને પથ્થરો ફેંકીને ધિંગાણું કર્યુ હતું. આ હુમલામાં મહિલા સહિત 3 લોકો ઘાયલ થયા હતાં. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજોઇ ગામના નિચવાસ ફળિયામાં રહેતાં નગરસિંહ તીતરીયાભાઈ, ધુળીયાભાઈ તીતરીયાભાઈ, બાબુભાઈ નગરસિંગભાઈ, દિનેશભાઈ નગરસિંહભાઈ, મુકેશભાઈ નગરસિંહભાઈ, રાજુભાઈ નગરસિંહભાઈ, ઈકેશભાઈ નગરાભાઈ, નરસુભાઈ મસુલાભાઈ, બચુભાઈ મડીયાભાઈ અને પ્રતાપભાઈ નાનજીભાઈ મોહનીયાએ એકસંપ થઈ મારક હથિયારો ધારણ કરી ગામમાં રહેતાં નગસિંગભાઈ વાલીયાભાઈ ભુરીયાના ઘરે ધસી ગયા હતાં.
ત્યાં ગાળો બોલીને તમો અમારી છોકરી લઈ ગયાં છો અને તેનો નિકલ કેમ નથી કરતાં આજે તો તમને જીવતાં નથી છોડવાના, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ હુમલો કર્યો હતો. લાકડી વડે, છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી નરસિંગભાઈ, શાન્તિબેન અને અરવિંદભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. ટોળાએ ધિંગાણું કરતાં નાસભાગ મચી ગઇ હતી. ઈજાગ્રસ્ત નરસિંગભાઈ વાલીયાભાઈ ભુરીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.