તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:કંજેટામાં બાઇક ઉપર લઇ જવાતો રૂા.41760નો દારૂ પોલીસે ઝડપ્યો

ધાનપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને જોઇ દારૂ સાથે બાઇક મૂકી ખેપિયો ફરાર
  • ધાનપુર પોલીસે 81760નો મુદ્દામાલ કબજે લઇ ગુનો નોંધ્યો

ધાનપુર પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે ભાણપુર ગામનો પોપટ નારૂ પરમાર પાનમ ગામ તરફથી એક બાઈક ઉપર દારૂની પેટીઓ ભરી લઇને કંજેટા ગામ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે કંજેટા ગામે રોડ ઉપર વોચમાં હતા. ત્યારે બાઇક ઉપર લગડુ બનાવી આવતા પોપટ નારૂ પરમારને દૂરથી હાથનો ઇશારો કરી ઉભી રાખવાનો ઇશારો કરતાં તે બાઇક પાછી વાળીને ભાગવા જતાં બાઇક પડી જતાં દારૂ ભરેલા લગડા સાથે બાઇક મુકી જંગલમાં ભાગી ગયો હતો.

પોલીસે તેની બાઇક ઉપર કંતાનના થેલાના લગડાની તલાસી લેતામાં તેમાંથી વિદેશી દારૂની પ્લાસ્ટીકના હોલની બોટલ નં.96 જેની કિંમત 41760ની મળી આવી હતી. પ્રોહી મુદ્દામાલ સહિત 40 હજારની બાઇક મળી કુલ 81760નો મુદ્દામાલ કબ્જે લઇ ભાગી ગયેલા પોપટ પરમાર વિરૂદ્ધ ધાનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...