રેસ્ક્યુ:ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ભરી કતલખાને લઈ જવાતી 18 ભેંસોને પોલીસે બચાવી

ધાનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉધાવળાથી મધ્યપ્રદેશ ખાતે લઈ જવાતી હતી

ધાનપુર પોલીસ મથકના સેકન્ડ પોલીસ ઈન્સપેક્ટર ડી સોલંકી તથા સ્ટાફ શુક્રવારના સાંજના સમયે પીપેરો રસ્તા પર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન દેવગઢ બારીયા ચોકડી તરફથી વાહન ચેકિંગ કરતા હતા અને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક લાલ કલરની ટ્રકમાં પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને બારિયાથી ધાનપુર થઈ મધ્યપ્રદેશ તરફ કતલખાને લઈ જઈ રહ્યા છે. જેને બાતમીના આધારે ઉપરોક્ત વાહનના ચાલકે પૂરઝડપે હંકારી લઈને આવતો જણાતા ટ્રકને ઉભી રખાવી હતી. ટ્રકના ડ્રાઇવરનું નામ પૂછતા તેણે પોતાનું નામ ગોધરાના ચંચેલાવ ગામના શબ્બીરભાઈ ઈશાકભાઈ કડવા જણાવ્યું હતું.

જ્યારે તેની બાજુના બેઠેલાએ પોતાનું નામ દેવગઢ બારિયાના કાપડીમાં રહેતો આશિકભાઈ મહમદભાઇ ભિખા જણાવ્યું હતું. ટ્રક ઉપર પ્લાસ્ટિકની તાડપત્રી બાંધેલ હોય જે તાડપત્રી છોડીને જોતા અંદર ટૂંકા દોરડાથી બાંધેલા ક્રૂરતાપૂર્વક ખીચોખીચ અને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર 18 ભેંસો મળી આવી હતી. જે બાબતે પૂછતા દેવગઢ બારિયા તાલુકાના ઉધાવળામાં રહેતો સિરાજભાઈ મજીદભાઈ રામાવાળા મધ્યપ્રદેશના કતલખાને લઇ જવા માટે ભરાવી આપી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...