દાહોદ જિલ્લાના ફરજ બજાવતા પીઆઇયુ ઈજનરો દ્વારા પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મહામારીમા હડતાલ કે કામગીરીથી અળગા રહીને વિરોધ કરવાને બદલે કાળી પટ્ટી ધારણ કરીને ગાધીચિંધ્યા માર્ગે વિરોધ કરીને ફરજ બજાવી હતી.
ગાંધીનગર ખાતે આવેદન આપ્યું હતું. દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા ઇજનેરોએ માગણીમાં ઓગષ્ટ 2016 અસરથી તાત્કાલિક ધોરણે સાતમા પગારપંચ મુજબ પગારધોરણ ચૂકવવાની માંગણી કરી મેડીકલ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, એલટીસી જૂથ વીમો ગ્રેજ્યુટી, સીપીએફ સહિત કાયમી કર્મચારીઓને મળતા લાભો જેવા લાભ આપવા જેવી માગણીઓ તેમજ પિઆઈયુના તમામ ઇજનેરોને ફ્રન્ટલાઈન ગણીને તે પ્રમાણેની પ્રોત્સાહિત રકમની માંગણી કરી હતી.
જે રીતે સ્મશાનમાં ફરજ બજાવતા કર્મચારીઓને મરણપર્યંત 25 લાખની સહાયની જાહેરાત કરી તે રીતે પિઆઇયુના ઇજનેરોને પણ મરણોપરાંત સહાય આપવાની જોગવાઇ કરવા માંગણી કરી હતી. છુટા કરેલા ઇજનેરો અને ફરજ ઉપર પુનઃ હાજર કરવા માગણી કરી હતી. તારીખ 2 અને 3 કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.