તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ધાનપુર તાલુકાની 67 ગ્રામ પંચાયતો વચ્ચે માત્ર 12 તલાટીઓ : લોકોને પડતી હાલાકી

ધાનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26માંથી ખાલી પડેલ 16 સેજાના 33 ગ્રામ પંચાયતનાે વધારાનો ચાર્જ સોંપવામાં આવે છે

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નેવુ ગામોનો સમાવેશ થાય છે. ત્યારે ધાનપુર તાલુકામાં આવેલી 67 ગ્રામ પંચાયતો આવેલી છે ત્યારે ધાનપુર તાલુકામાં વહીવટી તલાટીઓ 12 છે ત્યારે એક તલાટીને ત્રણ ગામનો એક સેજો સંભાળવાનો હોય છે. ત્યારે 33 ગ્રામ પંચાયતનો વધારાનો હવાલો 54 ગામનો ભાર હોય જેથી તલાટીઓને પહોંચી વળવા મુશ્કેલી ઉભી થઈ રહી છે.

ત્યારે વી.એમ.ચૌધરીને 13, ડી.બી. ગોન્ડીયા 7, એમ.એમ. ચામઠા 6, એસ.જે. બારિયા 5, નિરવ એમ. પરમાર 2, આર.એમ. કલાસવા 9, એસ.આર. ભાભોર 4, કે.ડી. બારીઆ 3, એમ.એસ. પટેલ 4, આર. એન. પરમાર 7, એમ.ઝેડ.મોરી 5, સોનલ જે. બારીઆ 2, ત્યારે કેટલાંક તલાટીઓ હાલ રજા પર હોવાથી તેઓનો પણ ચાર્જ સંભાળવા પડતો હોય છે. ત્યારે ધાનપુર તાલુકામાં મોટી સમસ્યા સર્જાઈ રહી છે

ત્યારે હાલ લોકોને કોઈ પણ પ્રકારની કામગીરી કરાવવી હોય તો તલાટીઓને ગામે ગામ ભાળ મેળવવા પડતી હોય છે. ત્યારે બાર તલાટીમાથી એક તલાટી તબિબી કારણસર રજા પર ઉતરી ગયા હોય તેમ જણાવે છે. તો કેટલાક મીટીંગમા છું તેમ જણાવતા હોય છે જેમાં ગ્રામ પંચાયત નાના મોટા સામાન્ય કામ માટે લોકો સહી કરાવવા તાલુકા મથક સુધી લંબાવુ પડે છે.

વળી તલાટીઓને વધારાના ચાર્જ અને હવાલા હોવાથી દરેક પંચાયતમાં સપ્તાહમાં એક દિવસ પણ ફાળવી ન શકે ગામ પંચાયત કક્ષાએ તેવી પરિસ્થિતિ સર્જાય છે. તેમાય તાલુકા પંચાયતમા સાપ્તાહિક મીટીંગ પણ યોજાતી હોય અન્ય ઓફિસની કામગીરી પણ કરવાની હોય ત્યારે તલાટી અને મુશ્કેલી અનુભવી રહ્યા છે.

એટલું જ નહીં પરંતુ દરેક પંચાયત પર હાજર નહીં રહી શકવાના કારણે લોકોને પણ મુશ્કેલીઓ સામાન્ય કામ માટે તાલુકા મથક સુધી દોડધામ કરવી પડે છે. ખાલી પડેલી 16 સેજાના તલાટીઓ ભરવામાં આવશે કે કેમ તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ હાલમાં પ્રજા અને તલાટીઓની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...