તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ધાનપુરમાં મીટિંગમાં ગેરહાજર રહેતા તલાટી કમ મંત્રીઓને નોટિસ

ધાનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • તા. પં.માં વાર્ષિક હિસાબોની કામગીરીને લઇને મીટિંગ યોજાઇ
 • નોટિસ આપવામાં આવતાં તલાટી કમ મંત્રીઓમાં ખળભળાટ

ધાનપુર તાલુકા પંચાયતમાં આજરોજ તાલુકા વિકાસ અધિકારી એન. ડી. અસારીની અધ્યક્ષ ધામા સાપ્તાહિક મીટીંગ તેમજ 14માં નાણાપંચના હિસાબો જેવી મહત્વની કામગીરીને લઇને મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં છ જેટલા ત. ક. મંત્રીઓને અન્ય તાલુકામાં બદલી થઈ હોય જેઓ 14મા નાણાપંચના હિસાબો રજૂ નહીં કરવા બદલ ભવિષ્યની અસર સાથે નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી.

જ્યારે શુક્રવારના રોજ સાપ્તાહિક મિટિંગમાં ગેરહાજર રહેલા આર.બી. પલાસ, આર.એમ. કલાસવા, એસ.આર. ભાભોર, દેવલ જે. બારીયા, એસ. જે. બારીયા એમ.જે. મોરી, મિટિંગમાં ગેરહાજર રહેવા બાબતની નોટિસ આપવામાં આવતા તલાટી કમ મંત્રી આલમમાં ખળભળાટ મચી જવા પામી હતી. તાલુકા વિકાસ અધિકારી એન.ડી. અસારીએ આજરોજ તાલુકા પંચાયત ખાતે વાર્ષિક હિસાબો અને 14માં નાણાપંચના હિસાબો જેવી મહત્વની કામગીરીને લઇને સાપ્તાહિક મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં મિટિંગમાં ગેરહાજર રહેલા અને હિસાબો નહિ રજૂ કરતા તલાટી કમ મંત્રી નોટિસ પાઠવીને કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો