તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડાનો હુમલો:ડુમકા ગામમાં ઘરના ઢાળિયામાં ઊંઘી રહેલી મહિલા પર દીપડાનો હુમલો

ધાનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • દીપડાનો બીજી વખત પણ હુમલો : દીકરાએ માતાનો જીવ બચાવ્યો

ધાનપુરના ડુમકા ગામમાં રાત્રીના સમયે ઘરના ઢાળિયામાં નિંદર માણી રહેલી મહિલા ઉપર દીપડાએ હુમલો કરતાં ઇજાગ્રસ્ત થઇ હતી. પૂત્ર ધસી આવતાં એક વખત ભાગી ગયેલો દીપડો બીજી વાર હુમલો કરવા આવતાં ખળભળાટ મચી ગયો હતો.ડુમકાના સીમાડા પર રહેતા જનતાબેન નગરસિહ પસાયા નામની 48 વર્ષીય વિધવા મહિલા પાણી ખેચવાનુ મશીન, પાઈપ સહિતનો સામાન સાચવવા માટે ઘરની બહાર ઉંઘી રહી હતી.

ઘરની આસપાસ મકાઇના ખેતરો પણ હોવાથી રાતના 10.30 વાગે ધસી આવેલા દીપડાએ ઘરની બહાર ખુલ્લા ઢાળીયામા ઉંઘતા જનતાબેન ઉપર હુમલો કર્યો હતો. જનતાબેને બૂમાબૂમ કરતાં ઘરની અંદર 12માં ધોરણનું વાંચન કરતો દિકરો બહાર ધસી આવ્યો હતો. છુટ્ટી લાકડી મારતાં દીપડો નાસી છુટ્યો હતો. જનતાબેનને દીપડાના હુમલામાં હાથ ઉપર ઇજા થઇ હતી. ઘટનાની કળ વળે તે પહેલાં તો દીપડો બીજી વખતે હુમલો કરવા આવતાં છુટ્ટી કોદાળી મારતા તે નાસી છુટ્યો હતો. લોકો પણ દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત મહિલાને ધાનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી હતી.

દીપડો ઘરની આસપાસ આંટાફેરા મારતો હતો
બે ત્રણ દિવસથી રાતના સમયે દીપડો ઘરની આસપાસ આટાફેરા મારતો હતો. હુ ઘરની અંદર વાચતો હતો જેથી મારી માતાની ચિસ સાભળી ઘર બહાર નીકળીને દીપડાને લાકડી અને કોદાળી મારી મારી માતાને બચાવી હતી.- વિકેશભાઈ પસાયા, પૂત્ર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો