તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડાનો બચાવ:બોગડવામાં શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં ખાબક્યો

ધાનપુર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગતરાત્રિએ કુવામાં પડેલો દીપડો. - Divya Bhaskar
ગતરાત્રિએ કુવામાં પડેલો દીપડો.
 • દીપડાની જાણ થતા વનકર્મીઓનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો
 • મોડી સાંજે દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા

ધાનપુર તાલુકાના બોગડવા ગામે જંગલ તરફથી શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં પડ્યો હતો. પાઈપના સહારે દીપડાએ કૂવામાં રાત પસાર કરી સવારે આ બનાવની જાણ સ્થાનિક વનવિભાગના કર્મીઓને કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ કૂવાને કોર્ડન કરી રેસ્ક્યુ હાથ ધર્યુ હતું.દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બોગડવા ગામે રહેતા ગલાભાઈ મગનભાઈના ખેતર જંગલની કોતરની નજીકમાં આવેલા હોય તે ખેતરમાં કાઠા વગરનો એક કુવો પણ આવેલો છે.

ત્યારે ગતરાત્રીના જંગલમાંથી શિકારની શોધમાં આવેલો એક દીપડો ક્યાંક શિકારની પાછળ પડતાં દીપડો અંદાજિત આઠ વર્ષની ઉમરનો કૂવામાં પડ્યો હતો અને કૂવામાં પાણી વધુ હોવાના કારણે દીપડો બહાર નીકળી શક્યો ન હતો. અને વળી કુવાની પહોળાઈ પણ વધુ હોય પાણીની ખેચવાની મશીનની પાઇપના સહારે દીપડો કૂવામાં લટકી રહ્યો હતો. ત્યારે વહેલી સવારે કૂવામાં દીપડાનો અવાજ આવતા કુવા માલિક ગલાભાઈની કૂવામાં કંઈક પડયો હોવાની જાણ થતાં તેઓ જઈને જોતા કૂવામાં દીપડો મોટરની પાઈપના સહારે લટકી રહ્યો હતો.

આની જાણ ધાનપુરના વન અધિકારીને કરતા આર.એફ.ઓ આર.બી.ચૌહાણ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ કૂવાને કોર્ડન કરી કૂવામાં ખાટલી ઉતારી દીપડાને સહારો આપ્યો હતો. ત્યારે દિવસ દરમિયાન જો દીપડો કુવાની બહાર આવે તો ગ્રામ જનોને નુકસાન થાય અથવા તો ગામમાં કોઈ ના ઘરમાં ઘુસી જાય તો જાનહાની થવાની દહેશતથી દિવસ દરમિયાન વન કર્મીઓ કૂવાની આસપાસ ખડે પગે ઊભા રહી રાત્રિના કૂવાને અંદરથી દીપડાને બહાર કાઢવાનો રેસ્ક્યુ હાથ ધરાશે.

સમાચાર લખાય છે ત્યાં સુધી દિપડાને કુવામાંથી કાઢવામાં નથી આવ્યો. અંધારું થતાં દીપડાને કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેમ વનવિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.જોકે મોડી સાંજે કૂવામાં પડેલો દીપડાને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો