તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પથ્થરમારો:નવાનગરમા રસ્તાને લઈ ટોળાનો ઘર પર તીરમારો અને પથ્થરમારો

ધાનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ગામ વર્ષો જૂની શેરી રસ્તો હોય જે શેરી રસ્તાને લઈને વિવાદ થતાં 30 જેટલા ઈસમોએ એક ઘર પર પથ્થરમારો, તીરમારો કરી ધિંગાણું મચાવતા ખળભળાટ મચ્યો હતો.

નવાનગર ખેતરમાં જવાના રસ્તા ઉપર ખેડાણ કરતાં રોકવાના મુદ્દે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઇ હતી. તેની અદાવત રાખીને એક પક્ષના 30 લોકોના ટોળાએ દેવલાભાઇના ઘરે ધસી જઇને હુમલો કર્યો હતો. તીરમારો અને પથ્થરમારો કરવામાં આવતાં રાજુભાઇ ડામોરના પેટમાં તીર ખુંપી જતાં ગંભીર ઇજા થઇ હતી. ગોફણો વડે પથ્થરો ફેંકતાં કનુભાઇ ડામોર, પુનમ ડામોર, ઇશ્વરભાઇ ડામોર, કસનાભાઇ ડામોર, પપ્પુભાઇ ડામોર અને ઇશ્વરભાઇ ડામોરના માથા ફુટી જવા સાથે શરીરે પણ ઇજાઓ થઇ હતી. આ ઉપરાંત ટોળાએ ઘરોના નળિયાની તોડફોડ કરવા સાથે એક બોલેરોના કાચ ફોડી નાખી ઘરમાં ઘુસીને બેગમાં મુકી રાખેલા 85 હજાર રૂપિયાની લુંટ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...