તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યૂ:દેગાવાડા ગામે શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં ખાબક્યો

ધાનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીપડાને કૂવામાંથી બહાર કાઢવા રેસ્ક્યૂકર્યું

દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામે વળાંક ફળિયામાં રહેતા પ્રતાપભાઈ રામસિંગભાઈના ખેતર તરફ શિકારની શોધમાં આવેલો દીપડો રાતના સમયે પાણી વગરના કૂવામાં પડી ગયો હતો. વહેલી સવારે કુવા નજીક આંબે કેરી લેવા માટે ગયેલી મહિલાએ કૂવામાં અવાજ સાંભળતા આ બાબતની જાણ થતાં ગામમાં ખળભળાટ મચી ગયો હતો.

દીપડો કૂવામાં પડ્યો હોવાનું જણાતા લોકોનું ટોળુ ભેગુ થઇ ગયુ હતું. પાણી વગરના કૂવામાં પટકાયેલા દીપડાને ઇજાઓ થઇ હોવાનું ચર્ચાઇ રહ્યુ હતું. દેવગઢ બારિયા રેન્જના આરએફઓ આ બાબતની જાણ થતાં તેઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતાં. કોર્ડન કરી કુવા ઉપર ગ્રીન નેટ પાથરી દેવાઇ હતી. દીપડાને બહાર કાઢવા માટે મોડી સાંજે રેસ્ક્યુ હાથ ધર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...