દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બોઘડવા ગામે પિતાને કેમ માર માર્યો તેમ કહીને બે મહિલા સહિત ત્રણ લોકોએ એક યુવક ઉપર હુમલો કર્યો હતો. લાકડીઓ ઝીંક્યા બાદ તેને ધસડીને લઇ જઇ માથાના પાછળના ભાગે પથ્થર મારતાં યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતું.આ બનાવ અંગે પોલીસે મહિલા સહિત ચાર સામે ગુનો દાખલ કરીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બોઘડવા ગામના ઘાટી ફળિયામાં રહેતાં 35 વર્ષિય દીલીપ ઉર્ફે ટેટીયા સુરસિંગ પટેલના પરિવારમાં કોઇ ન હોવાથી તે એકલો જ રહેતો હતો. સાંજના પાંચ વાગ્યાના અરસામાં ગામના શંકરભાઇ માવસીંગભાઇ મીનામા, તેની પત્ની શારદાબેન, શંકરભાઇની બહેન લલીતાબેન દીલીપભાઇને પથ્થરો તથા લાકડી લઇને માર મારવા પાછળ પડ્યા હતાં. દીલીપભાઇ બચવા સારૂ તેના પિતરાઇના ઘર તરફ ભાગ્યો હતો.
ત્રણેયે દીલીપભાઇને પથ્થરો મારી પાડી દીધો હતો. તે મારા પિતાને કેમ મારેલ છે તેમ કહી ત્રણેય જણાએ તેને પત્થરો વડે તથા લાકડીથી મારતા જઇ કહેતા હતા કે આજે તો તને પુરો કરી દેવાનો છે તેમ કહી તેને ઘસડતા જઇ થોડે સુધી લઇ ગયા હતાં. દરમિયાન શંકરભાઇએ એક મોટો પથ્થર દીલીપભાઇના માથાના પાછળના ભાગે મારી દીધો હતો. માથાના પાછળના ભાગે ગંભીર ઇજા તેમજ મોઢાના ડાબી બાજુના ભાગે તથા શરીરે નાની મોટી ઇજાઓ થતાં તેનું મોત થઇ ગયુ હતું. આ બનાવ અંગે પ્રભાત પટેલની ફરિયાદના આધારે ધાનપુર પોલીસે ત્રણે સામે હત્યા સબંધિ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.