ચૂંટણીઓનો ધમધમાટ શરૂ:ધાનપુર તાલુકામાં ચૂંટણી લડવા ઇચ્છુકોની દાખલા કઢાવવા ભીડ

ધાનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી ટૂંક સમયમાં યોજાનારી ગ્રામપંચાયતોની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ

ધાનપુર તાલુકામાં આગામી ટૂંક સમયમાં યોજાનારી ગ્રામપંચાયતોની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે. અત્યારથી જ ગ્રામ પંચાયત લેવલે સભ્યોથી લઈને પેનલની લઈ સોગઠાબાજી ચાલી રહી છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી ઉમેદવારી નોંધાવવા માટે જરૂરી દસ્તાવેજો જરૂરી હોય તે મેળવવા માટે પણ તાલુકા પંચાયતની વિવિધ ઓફિસોમાં લોકભીડ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. જેમાં પોલીસ મથકના દાખલા, જાતિના દાખલા,નોડ્યુ સર્ટિફિકેટ વિગેરે જેવા અગત્યના દસ્તાવેજો મેળવવા માટે હાલમાં લોકટોળા ઓફિસમાં આવી રહ્યા છે.

ત્યારે હાલમાં જરૂરી દસ્તાવેજો મેળવ્યા હશે તો જ ઉમેદવારી નોંધાવી શકશે. જેથી જરૂરી પૂર્તતા માટે અત્યારથી જ તમામ ડોક્યુમેન્ટ પૂર્ણ કરી લેવા માંગતા ઉમેદવારો કચેરીઓના સવારથી સાંજ સુધી ચક્કર કાપીને દસ્તાવેજો મેળવી રહ્યા છે ત્યારે ટૂંક સમય માં જ ફોર્મ ભરવાથી લઇને તમામ પ્રક્રિયા ચાલુ થશે ત્યારે જ કોણ ચુંટણી જંગમાં ઝંપલાવશે તે જાણવા અને જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...