તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:કાળાખુંટમાં લાકડા કાપવાની ના પાડતાં 2 સાથે મારામારી કરતા ફરિયાદ નોંધાઇ

ધાનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચારે જણા ગાળો બોલતા જઇ જાનથી મારવાની ધમકી આપતા જતા રહ્યા

કાળાખુંટના વરીયાભાઇ મીનામા તા. 30મીના રોજ બપોરે ઘરે હતા. ત્યારે વિપુલ જાબુ મીનામા તેમના ખેતરના છેડે લાકડા કાપવા આવ્યો હતો. જેથી વરીયાભાઇના ભાઇ સવરસીંગભાઇએ લાકડા કાપવાની ના પાડતા વિપુલ કહેવા લાગેલ કે તે પાણી રેડ્યું કેમ મને લાકડા કાપવા ના પાડો છો તેમ કહી બોલાચાલી ઝઘડો કર્યો હતો.

તેમ છતાં લાકડા કાપી ગાળો બોલતો તેના ઘરે જતો રહ્યો હતો. ત્યાર બાદ થોળીવાર પછી જાબુ મીનામા, પરેશ મીનામા, વિપુલ જાબુ મીનામા ગાળો બોલતા બોલતા વરીયાના ઘર બાજુ આવ્યા હતા અને સવરસીંગ તથા મેસનભાઇ સાથે બોલાચાલી ઝઘડો કરી મારામારી કરતાં વરીયા વચ્ચે પડી બન્ને પક્ષને ઝઘડો ન કરવા જણાવતાં ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને આ દરમિયાન ચન્દુ જાબુ પણ આવી ઉશ્કેરાઇ ચારે જણા ઝપાઝપી કરી વરીયાને માર માર્યો હતો. તેમજ વિપુલે પથ્થર લઇને દોડી આવી જમણા પગના નળા ઉપર મારતા ઇજા થઇ હતી.

આ દરમિયાન બૂમાબૂમ થતાં વરીયાની પત્ની તથા નાજુ અને અન્ય માણસો આવી જતાં ચારેય જણા ગાળો બોલતા જઇ જાનથી મારી નાખવાની ધમકી આપતા જતા રહ્યા હતા. આ સંદર્ભે હુમલાખોરો વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો