તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લીમખેડાના કુણધા ગામના પર્વતભાઈ ધનાભાઈ ભાભોર પોતાની સાસરીમાં ગયા હતાં. ત્યારે સસરા અબરૂભાઈ સવજીભાઈ મોહનિયાએ જણાવ્યુ હતું કે,તમારો સાળો પ્રદીપ આણંદ જિલ્લા ખાતે અપહરણના ગુનામાં આણંદની સબજેલમાં બંધ છે. તેના જામીન કરાવી કોઈ પણ હિસાબે છોડવો પડશે. જેથી પર્વતભાઈ અને તેમના સસરા અબરૂભાઈ આણંદ ખાતે ગયા હતાં.
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મિત્રાલ ગામના સિરાજ ઉર્ફ સિરિયો યુસુફખાન પઠાણ સાથે સંપર્ક થતાં તેને લઇને સાળા પ્રદીપને મળવા માટે આણંદ ખાતે જેલમાં ગયા હતાં. સાળાને જેલમાંથી છોડાવવા માટે મદદ કરી વકીલ રોકી આપવા માટે આ સિરાજભાઈએ જણાવ્યું હતું ત્યાર બાદ સપ્ટેમ્બર મહિનાની 16 તારીખે આ સિરાજભાઈ ભરતભાઈની સાસરી સજોઈ ખાતે આવ્યો હતો. દરમિયાન સિરાજ ઉર્ફે સીરીયલ યુસુફખાન પઠાણ દુકાનેથી ગુટકો લઈને આવું છું તેમ કહી અને નવી બજાજ પલ્સર બાઈક લઈ તથા વાત કરવા માટે મોબાઈલ લઇને રવાના થઇ ગયો હતો. મોબાઇલ પર સંપર્ક કરતાં તમારો મોબાઇલ અને મોટરસાયકલ આપી દઈશ તેમ જણાવ્યું હતું પરંતુ આટલો સમય વિતવા છતાં તેમણે મોટરસાયકલ તેમજ મોબાઈલ પરત નહીં આપતા કુંઢડા ગામના પર્વતભાઈ ભાભોરે ધાનપુર પોલીસ મથકે સિરાજ ઉર્ફે સરિયો પઠાણની વિરુધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.