તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પીપરગોટાથી બારબોરની બંદૂક, 7 કારતૂસ સાથે 1 ઝબ્બે

ધાનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પીપરગોટાથી બાર બોરની બંદૂક અને સાત કારતૂસ સાથે એક શખસને ધાનપુર પોલીસે ઝડપી પાડ્યો હતો. - Divya Bhaskar
પીપરગોટાથી બાર બોરની બંદૂક અને સાત કારતૂસ સાથે એક શખસને ધાનપુર પોલીસે ઝડપી પાડ્યો હતો.
  • 10,700 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરાયો

ધાનપુર પોલીસ મથકના પીએસઆઇ તથા સ્ટાફ સોમવારના રોજ પોલીસ સ્ટાફ સાથે કંજેટા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રતલમહાલ આવેલા પીપરગોટામાં એક વ્યક્તિએ ઘરમાં લાયસન્સ વગર બંદૂક છુપાવી હોવાની બાતમીથી તેના ઘરની ઝડતી લેતા બંદૂક અને કારતુસ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. ધાનપુર તાલુકો મધ્યપ્રદેશને અડીને આવેલો છેવાડાનો તાલુકો છે અને મધ્યપ્રદેશથી દારૂ તેમજ ગેરકાયદે હથિયારોની હેરાફેરી તાલુકામાં થતી હોય છે.

છેલ્લા બે માસમાં તાલુકાના વિવિધ ગામમાંથી ચારેક જગ્યાએ આવા દેશી હાથબનાવટના ગેરકાયદેસર પિસ્તોલ તમંચા જેવા હથિયારો સાથે ઇસમો પકડાયા છે. ગતરોજ ધાનપુર પીએસઆઈ વી.એમ. પટેલ તથા હેકો અજીતસિંહ,ખુશવંતભાઈ વરીયા, રણજીતસિંહ તથા અન્ય પોલીસ સ્ટાફ કંજેટા બિટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે પીપરગોટાના તેરસીંગ ડાંગીએ પોતાના મકાન વિસ્તારમાં ગેરકાયદે દેશી હાથ બનાવટની બંદૂક લાવી છુપાવી રાખી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરતા તેરસીંગને ઝડપી ઘરમાં મૂકેલી બાર બોરવાળી સિંગલ બંદૂક તેમજ જીવતા કારતૂસ નંગ 7 કિંમત 10700 જપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...