અકસ્માત:ખોખરા ગામે રોડ ક્રોસ કરતાં યુવકને ક્રુઝરે ટક્કર મારતાં મોત

ધાનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કરી નાસી ગયેલા ક્રુઝર ચાલક સામે ગુનો

ખોખરા ગામે રોડ ક્રોસ કરતાં તરમકાજ ગામના યુવકને ક્રુઝરે રોંગ સાઇડમાં આવી ટક્કર મારતાં માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. તરમકાજ ના કોરમભાઇ સુવાણ તથા ભત્રીજો ભાવેશ ચૌહાણ તથા કુટુંબી ભાઇ નરપત ધારવા રેકડો લઇને શાકભાજી લેવા ગયા હતા.

ત્યારે રસ્તામાં ખોખરા જુની પ્રા. શાળા પાસે રેકડો ઉભો રાખતાં ભત્રીજો ભાવેશ દુકાને જતો હતો. તે દરમિયાન સામેથી ટ્રેક્ટરને ઓવરટેક કરી પુરઝડપે આવતી ક્રુઝરના ચાલકે ભાવેશને ટક્કર મારતાં રોડ ઉપર ફંગોળાઇ ગયો હતો. જેમાં તેને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. ભાવેશનો મૃતદેહ રાછવા સરકારી દવાખાને પીએમ અર્થે મોકલી આપ્યો હતો. અકસ્માત સંદર્ભે કોરમભાઇએ અકસ્માત કરી ગાડી લઇને નાસી ગયલા ક્રુઝર ચાલક સામે ધાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...