તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખલતાગરબડીમાં પાછળ આવતી ગાડીમાંથી 6 લાખનો દારૂ મળ્યો

ધાનપુર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખલતાગરબડીમાં ગાડીમાંથી 6 લાખના દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો. - Divya Bhaskar
ખલતાગરબડીમાં ગાડીમાંથી 6 લાખના દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો.
 • બોલેરોનો પીછો કરતાં ઝાડ સાથે અથડાઇ ઊભી રહેતાં ભેદ ખૂલ્યો

ધાનપુર તાલુકામાં દારૂની ગાડીની પાયલોટિંગ કરતી ગાડીના ચાલકે પોલીસના રોકાવાના સંકેતને અવગણતા તેનો પીછો કરાયો હતો. ગાડી ઝાડ સાથે અથડાયા બાદ ઉભી રહેતાં દારૂ ભરેલી ગાડી પાછળ જ આવતી હોવાનો ભેદ ખુલ્યો હતો. પોલીસે પાછળ આવતી ગાડીમાંથી છ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરીને બે સગાભાઇઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

ધાનપુર પોલીસ મથકના પીએસઆઇ બી.એમ પટેલ તથા સ્ટાફ ખલતા ગરબડીથી ડુંગર જતાં રસ્તે ચૂંટણી સંબંધી નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક શંકાસ્પદ બોલેરોને બેટરીના પ્રકાશથી રોકાવાનો સંકેત કર્યો હતો. જોકે, ચાલક પોલીસને અવગણી આગળ ધપી જતાં તેનો પીછો કરાયો હતો. થોડે દુર જઇને બોલેરો ઝાડ સાથે અથડાઇને ઉભી રહેતા ભાણપુર ગામનો નરવત પરમારને પકડીને પુછપરછ કરતાં દારૂ ભરેલી ગાડી પાછળ આવતી હોવાનું જાણવા મળ્યુ હતું. થોડી જ વારમાં પાછળથી આવેલી જીજે-20-એ-2980 નંબરની સવારી ગાડીને રોકતા તેનો ચાલક નૈનેશ અને હરમલ પરમાર ફરાર થઇ ગયા હતાં.

2980 નંબરની ગાડીમાંથી પોલીસને દારૂના પ્લાસ્ટિકના 2 હજાર ક્વાર્ટર કિંમત રૂપિયા 2.60 લાખ, સુપર સ્ટ્રોંગ માઉન્ટ બિયરની 38 હજારની 1200 બોટલ, 81 હજાર રૂપિયાના લંદન પ્રાઈડ વ્હીસ્કી લાલ કવાટર 480 અને તે કંપનીની 40800 રૂપિયાની મોટી 480 બોટલો 192,40800 રૂપિયાની બેગપાઇપર કંપનીની 240 બોટલ, મેકડૉલ નંબર વન સેલિબ્રેશન કંપનીની 430 બોટલ કિંમત રૂપિયા 73440ની મળી આવી હતી.

પોલીસે કુલ કુલ નાની મોટી બોટલ નંગ 4544 કે કિંમત રૃપિયા 622640 સાથે બોલેરો અને સવારી ગાડી અને બે મોબાઇલ મળીને 14,33,640 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે ભાણપુર ગામના નરવતપરમાર,નૈનેશ પરમાર, હરમલ પરમાર તથા બંસી નામક યુવક સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો