તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:ધાનપુર ગ્રામીણ બેંકના 2 કર્મીઓ કોરોનો પોઝિટિવ

ધાનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધાનપુર ગ્રામીણ બેંકના કર્મીને કોરોના પોઝિટિવ. - Divya Bhaskar
ધાનપુર ગ્રામીણ બેંકના કર્મીને કોરોના પોઝિટિવ.
  • સોમવારે બેંક બંધ રાખવામાં આવી હતી

ધાનપુર તાલુકામાં આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ કોવિડ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. કોરોનો પોઝિટિવ આવતા સોમવારે બેન્ક બંધ કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગે બેંકને સેનિટાઈઝ કરી
ધાનપુરમાં આવેલી ગ્રામીણ બેન્કમાં ગત ગુરુવારે ગોધરા રહેતા બેન્ક મેનેજરનો રિપોર્ટ પોઝિટિવ આવતા શુક્રવારના રોજ ધાનપુર આરોગ્ય વિભાગ દ્વારા બેન્કમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓનો સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે સેમ્પલના સોમવારે રિપોર્ટ આવતા અન્ય એક કર્મચારી દેવગઢ બારીયા રહેતા અને બેન્કમાં ફરજ બજાવતા પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેના પગલે સોમવારે બેન્ક બંધ રાખવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર બેન્કને સેનિટાઈઝ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો