અમદાવાદમાં સેન્ટીંગ કામ કરતાં પડી ગયા બાદ શરીરે લકવો લાગી જતાં યુવકનું દેવગઢ બારિયાની સરકારી હોસ્પિટલમાં નિદાન બાદ સ્પાઇન સર્જરી કરીને તબીબોએ તેને નવજીવન આપ્યુ છે. દેવગઢ બારિયા તાલુકાના ઉચાવાણ ગામના મોટા ફળિયાના ગુલાબભાઇ મંગળસિંહ પટેલ તા.1-6-22ના રોજ અદાવાદમાં સેન્ટીંગનું કામ કરતાં પડી જવાને કારણે તેને કમરમાં ગંભીર ઇજા થઇ હતી.
પરિવાર ગુલાબભાઇને પ્રાથમિક સારવાર બાદ ઘરે લઇ આવ્યા હતાં. દરમિયાન તેને બંને પગે લકવો પણ લાગી ગયો હતો. દેવગઢ બારિયાના સરકારી દવાખાને સારવાર માટે લવાયેલા ગુલાબના એક્સરે કરાવતાં તેને મણકામાં ફ્રેક્ચર હોવાનું જણાયુ હતું. મણકાના દબાણને મોટા ભંગાણથી લકવો લાગ્યો અને નસોની તુટફુટ પણ જણાઇ હતી. દવાખાનાના ડો. હિમાંશુ રાઠવાએ પરિવારને પરીસ્થિત વર્ણવ્યા બાદ સરકારી દવાખાનામાં જ ઓપરેશન કરવાનું નક્કી કરાયુ હતું.
ઓપરેશન માટે ગુલાબભાઇને પુરા બેભાન કરવાનો ચેલેન્જ હતો. ઓક્સિજન પુરો પાડવા ટ્યુબ મોઢેથી શ્વાશનળીમાં નાખવાની હતી. પરંતુ વ્યસનને કારણે મોઢુ પુરૂ ખુલે તેમ ન હોવાથી પડકાર સામે આવ્યો હતો. ડો. હિમાંશુ રાઠવા, ડો. ભાવસાર. ડો. વણકર અને પેરામેડિકલ સ્ટાફે ભારે જહેમત બાદ 3 કલાકની મહેનતે ઓપરેશન સર્જરી સાથે તુટેલી નસોની પણ સારવાર કરી હતી. ગુલાબભાઇની હાલ તબિયત સારી છે. આગામી દિવસોમાં પૂર્ણ રિકવરી આવશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.