તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:દેવગઢ બારીયા મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ માટેની કામગીરી ટલ્લે ચઢી, 3 મહિનાથી કામગીરી સદંતર બંધ

દેવગઢ બારીયા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
 • NFSA રેશનકાર્ડ માટેની ઢગલાબંધ અરજી પેન્ડિંગ : અરજદારોને ધક્કા

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ સહિત સરકારી સહાય યોજનાની કામગીરી સાવ ખાડે જતાં કોરોનાકાળમાં અરજદારોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. છેલ્લા ત્રણ માસથી રેશનકાર્ડની થોકબંધ અરજીઓ પેન્ડિંગ પડી છે. જ્યારે વિવિધ સરકારી સહાય યોજનાની અરજીઓ પર કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા સામાન્ય પ્રજાને અનેકવિધ કનડગત કરાતી હોવાની લોકબૂમ ઉઠી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા મામલતદાર કચેરીના વહીવટને કોરોના કરતાં પણ ગંભીર બીમારી લાગી હોય તેવું ચિત્ર જોવા મળી રહયું છે.

અહી પ્રતિદિન વિવિધ સરકારી કામો માટે અરજદારોનો જમાવડો જોવા મળે છે. જેમાં કોરોના ગાઈડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જોવા મળતું નથી. જો કે મામલતદાર કચેરીમાં અરજીઓ તો આવે છે તેનો નિકાલ થતો નથી. છેલ્લા ત્રણ માસથી NFSA અંતર્ગત રેશનકાર્ડની કામગીરી કોઈક કારણોસર અભરાઈએ ચડાવી દેવાઈ છે.

મામલતદાર કચેરીમાં પેન્ડિંગ અરજીઓનો રીતસરનો ખડકલો જોવા મળે છે. અરજદારોને એક યા બીજા બહાના બતાવીને ઘરે રવાના કરી દેવામાં આવે છે પણ કામગીરી કેટલે પહોંચી તેનો જવાબ આપવામાં આવતો નથી. આ ઉપરાંત સરકારી સહાય યોજનાની કામગીરી જેવી કે વિધવા સહાય, વૃદ્ધ પેન્શન સહિતની કામગીરી પણ અદ્ધરતાલ જોવા મળે છે.

અરજદારો પાસેથી અરજીઓ સ્વીકારી લીધા પછી પણ મહિનાઓ સુધી આ અરજીનો નિકાલ બાકી રહી જવા પામ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મામલતદાર કચેરીની કામ ચોરીને લીધે આર્થિક નુકસાન વેઠવું પડી રહયું છે. ઉલ્લેખનિય છે કે કોરોનાકાળમાં તાલુકાની પ્રજાની મુશ્કેલીઓ પ્રત્યે માનવતા દાખવીને મામલતદાર કચેરી દ્વારા પ્રજાના હિતાર્થે યથાયોગ્ય અસરકારક કામગીરી થાય તે અતિ આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો