હત્યા:દેવગઢ બારિયામાં આડા સંબંધની જાણ થતાં બે પુત્રોએ લાકડીથી માતાના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

દેવગઢ બારિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કૂવા ગામે બંને ભાઇએ સિમાડા ફળિયામાં લઇ જઇ માર મારી મોત નિપજાવ્યું

દ.બારિયા તાલુકાના કૂવા ગામે પરોઢે પૂત્ર પાસેથી દાતણ લેવા માટેનું કહીને નીકળેલા યુવકની ખેતરથી 1 કિમી દૂર લાશ મળી આવી હતી. હત્યાનો ગણતરીના કલાકોમાં પોલીસે ભેદ ઉકેલી હત્યારા બે ભાઇને ઝડપ્યા હતા. કૂવા ગામના જુવાનસિંગભાઇ બારિયા પૂત્ર સાથે રાતે નવા બનતા કૂવાની રખેવાળી માટે ખેતરે ઉંઘવા માટે ગયા હતાં. ત્યાં બનાવેલા માળમાં ઉંઘી ગયા બાદ પરોઢે જુવાનસિંગ પૂત્રને દાંતણ લઇને આવવાનું કહીને ગયા હતાં. ખેતરથી 1 કિમી દૂર તુવરના ખેતરમાં સવારના 10 વાગે તેમની લાશ મળી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ કબ્જે લઇ દેવગઢ બારિયા સરકારી દવાખાને પીએમ અર્થે મોકલી હતી. મૃતકના પિતાની ફરિયાદના આધારે હત્યા સબંધિ ગુનો દાખલ કર્યો હતો. બાદ એસપી હિતેશ જોયસર આ ગુનાને ડીટેકટ કરવા માટે માર્ગદર્શનમાં લીમખેડા ડીવાયએસપી તથા દેવગઢ બારિયા સીપીઆઇના માર્ગદર્શનમાં એલસીબી પીઆઇ બી.ડી. શાહે જગ્યાની મુલાકાત લઇ ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી સેલઆઇડી લઇ જરૂરી સીડીઆર મંગાવી અને દેવગઢ બારિયા પી.એસ.આઇ. એન.જે.પંચાલે મૃતકના કુંટુબના લોકોના નિવેદનો લઇ જરૂરી બાતમીદારોથી બાતમી મેળવેલ અને સી.ડી.આર એનાલીસીસ કર્યુ હતું. તે દરમિયાન મૃતક જુવાનસિંગભાઇ બારિયાને ગામની કવિતાબેન દીપસીંગભાઇ બારીયા સાથે આડો સંબંધ હોવાનું સામે આવ્યું હતું.

ત્યારે કવિતાબેન બારીયાની પુછપરછ કરતા તેનો મૃતક સાથે આડો સંબંધ હોવાનું જણાવ્યું હતું અને તેની જાણ તેના પુત્રોને થઇ હતી. જેથી પોલીસે પુછપરછ કરતાં મહિલા પુત્રો કલ્પેશભાઇ ઉર્ફે ભજી દિપસીંગભાઇ બારીયા, નિલેશભાઇ દિપસીંગભાઇ બારીયા હાથ લાગતાં માતાના આડા સંબંધની જાણ થઇ હતી. ઘટનાના દિવસે પણ પણ મૃતક જુવાનસિંગના માતાના ફોન ઉપર વારંવાર ફોન આવતાં માતા પાસેથી ફોન લઇ મૃતકને રાત્રીના સમયે સિમાડા ફળિયામાં લઇ જઇ લાકડીથી બંને પગો ઉપર માર મારી ફ્રેક્ચર કરી તેમજ શરીરે ગંબી માર મારી મોત નિપજાવ્યાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...