આખા ગુજરાત રાજ્યમાં જેના ત્રણ હજાર જ વૃક્ષ બચ્યા છે તે ગલગલનું આજે પણ દાહોદ જિલ્લાના જંગલોમાં અસ્તિત્વ જોવા મળી રહ્યું છે. આર્યુવેદિક અને ધાર્મિક દ્રષ્ટિએ પવિત્ર મનાતા આ વૃક્ષ ઉપર હાલ મનમોહક ફૂલો ખીલ્યા છે પરંતુ તે 48 કલાકમાં જ ખરી જાય છે. પર્ણ વગરનું આ વૃક્ષ ફૂલોથી લદાયેલું જોવા મળી રહ્યું છે.
ગુજરાતમાંથી ધીમે-ધીમે લુપ્ત થઇ રહેલું ગલગલ અથવા ગણિયારી તરીકે ઓળખાતું વૃક્ષ એ મધ્યમ કદનું સીધું ઊગતું સુંદર વૃક્ષ છે. આ ઝાડની ઉંચાઈ 25 ફૂટ સુધીની હોય છે. તે સૂકા પાનખર જંગલોમાં જોવા મળે છે. આ વૃક્ષને Silk Cotton tree તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના ફૂલ ફેબ્રુઆરી તથા માર્ચમાં આવે છે. આ વૃક્ષ મોટા ભાગનો સમય પાન (પર્ણ) વગરની અવસ્થામાં હોય છે. જાન્યુઆરીથી તેના પાન (પર્ણ )ખરી જાય છે તો જૂન મહિનામાં નવા પાન (પર્ણ) આવવાની શરૂઆત થાય છે. ગનિયારીના પુષ્પ અતિશય સુંદર મોટા પીળા કલરના અને સુગંધ ફેલાવતા હોય છે.
ગલગલનું આજે પણ દાહોદ જિલ્લાના જંગલોમાં અસ્તિત્વ
પુષ્પો એકવાર ખીલ્યા પછી સવારથી લઈ બીજા દિવસની બપોર સુધી ખીલેલા રહે છે. તેમાંથી મનભાવક સુગંધ આવે છે. 48 કલાકના ગાળામાં તેના ફૂલ ખરી જાય છે. આમ ગુજરાતમાં પ્રજાતિના માત્ર 3000 જેટલા વૃક્ષો જ હાલમાં અસ્તિત્વ ધરાવે છે. વૈજ્ઞાનિકોએ આ વનસ્પતિને ભયના આરે ગણાવેલ છે તથા લુપ્ત થવાને આરે છે.
આ ઝાડની ઉંચાઈ 25 ફૂટ સુધીની હોય
ડીએફઓ આર.એમ. પરમાર અને એસીએફ પ્રશાંત તોમરે જણાવ્યું હતું કે, ગણિયારી એક દુર્લભ વૃક્ષ છે. જેનું Cochlo spermum religiosum વૈજ્ઞાનિક નામ છે. જંગલોમાં ઉગે છે અને તેની સાચવણી અમારો વિભાગ કરે છે. આ વૃક્ષ જોવા તથા તેના અભ્યાસ માટે સાગટાળા જંગલમાં 12 થી 13 કિલોમીટર ચાલીને ગયો હતો અને આ વૃક્ષ જોયું હતું.
ક્યાં-ક્યાં જોવા મળે છે
આ વૃક્ષ આ વૃક્ષ ગુજરાતના માત્ર મધ્ય ગુજરાતમાં જ તેમાં પણ રાજપીપળાના જંગલોમાં પંચમહાલ, છોટાઉદેપુર તથા દાહોદના જંગલોમાં જ જોવા મળે છે. દાહોદમાં સાગટાળા, રતનમહાલ, ધાનપુર અને રામપુરા ગ્રાસ બીડમાં પણ આ વૃક્ષો જોવા મળે છે. રાજપીપળામાંથી 1402 વૃક્ષો, છોટાઉદેપુરમાંથી 1635 વૃક્ષો નોંધાયેલા છે. પંચમહાલ અને દાહોદમાં આનો અંદાજ મળી શકેલ નથી પણ આ વૃક્ષો પંચમહાલ દાહોદમાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.