કાર્યવાહી:મજૂરી કરવા જતો ન હોવાનો ઠપકો આપતાં પુત્રએ પિતાનું ઢીમ ઢાળ્યું

દેવગઢ બારિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે લગ્ન કરાવ્યા પણ છૂટ્ટાછેડા લઇ લીધાના વેણ ભારે પડ્યા

કેળકુવા ગામે પાણી ભરવા કેમ આવો છો કહીને હેન્ડ પંપ ખોલી રહેલા પૂત્રને રોકીને પિતાએ બે બે વખત લગ્ન કરાવ્યા પણ છુટ્ટાછેડા લઇ લીધા, મજુરી કરવા પણ જતો નથી સહિતના કડવા વેણ બોલ્યા હતાં. આ બાબતથી ઉશ્કેરાયેલા પૂત્રએ જમીન ઉપર પાડી એટલી જોશભેર ગળુ ભીંચ્યુ કે પિતાનું મોત થ યું હતું.

કેળકુવા ગામના હોળી ફળિયામાં રહેતો શૈલેષભાઇ રાઠ‌વા ઘર આગળ આવેલું હેન્ડ પંપ ખોલી રહ્યો હતો. તે વખતે ધસી ગયેલા તેના પિતા એ હેન્ડપંપ ખોલતા રોક્યો હતો. ત્યારે શૈલેષે અહીં પાણી ભરવા આવવાની ના પાડી છતાં કેમ આવો છો કહીને ગાળાગાળી કરી હતી. આ વખતે પિતાએ તને બે બે વખત લગ્ન કરાવ્યા પણ તે છુટ્ટાછેડા લઇ લીધા, મજુરી કામ પણ કરવા જતો નથી તેવો ઠપકો આપ્યો હતો.

ત્યારે આવેશમાં આવેલા શૈલેષે ગાળો બોલી હું મજુરી કામ કરવા મારી મરજીથી જઇશ કહીને બોલાચાલી અને ઝપાઝપી કરવા લાગ્યો હતો. આ દરમિયાન શૈલેષની માતા રમતીબેન તથા બહેન મનકીબેન અને ભાભી પિતા-પુત્રને છુટા પાડયા હતા. પરંતુ શૈલેષે તેના પિતા નાનીયાભાઇને જમીન ઉપર પાડી દઇને એટલી જોશભેર ગળુ ભીંચી નાખ્યુ હતું કે તેમના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતાં. આ વખતે ભાઇ મણીલાલ વચ્ચે પડતાં અને બૂમાબૂમ મચાવતાં આજે તો પપ્પાને પુરો કરી દીધો છે તમને પણ જીવતા છોડવાનો નથી, મારી તરફ આવતા નહી તેમ કહી શૈલેષ ગાળો બોલી ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...