રજૂઆત:ડીએના હપ્તા રિલિઝ કરવા પેન્શનર મંડળે રજૂઆત કરી

દેવગઢ બારિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • भाભાસ્કર વિશેષ |મુખ્યમંત્રી-નાણામંત્રીને સંબોધી માગણીઓ રજૂ કરાઇ : સરકાર નિરાકરણ લાવતી નથી

દેવગઢ બારિયા નિવૃત્ત કર્મચારી પેન્શનર મંડળ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઇને મુ.મંત્રી અને નાણામંત્રીને સંબોધી શુક્રવારના રોજ દે. બારિયા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજયના પેન્શનરોનાં પ્રશ્નો સરકારમાં ઘણાં લાંબા સમયથી પડતરમાં છે. વારંવાર રજુઆત કરવા છતાં સરકાર તરફથી કોઈ સંતોષ કારક જવાબ, નિરાકરણ કરાતું નથી. જેથી દે. બારિયા તાલુકા નિવૃત્ત કર્મચારી પેન્શનર મંડળ દ્વારા વિવિધ માંગણીઓને લઇને મુખ્યમંત્રી તથા નાણાં વિભાગ મંત્રીને સંબોધીને દે.બારિયા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.

જેમાં ડી.એ. હપ્તા તારીખ 1.1.2020, તા.1.7.2020, તારીખ 1,1,2021ના ફ્રીઝ છે તે છુટા કરવા, મેડીકલ ભથ્થુ રૂા.300નાં સ્થાને કેન્દ્ર મુજબ રૂા.1000 આપવા, 7માં પગારપંચના સચિવોની સમિતિનાં ફાઈનલ રિપોર્ટ મુજબ 3 ટકા આસપાસ વધારાનું પેન્શન ચુકવવા, કોમ્યુટેડ (રીસ્ટોરેશન) પેન્શન 15 વર્ષના સ્થાને 12 વર્ષની ગણતરીથી લેવા, નવી પેન્શન યોજનાનાં સ્થાને જુની પેન્શન યોજનાં લાગુ કરવા, 80 વર્ષ પછી પેન્શન વધારાના ફોર્મ્યુલા છે. તેમાં નીચે મુજબ પરિવર્તન કરવા માંગણી છે.

જેમાં 65થી 70 વર્ષનાં પેન્શનરો માટે 15 ટકા, 71થી 75 વર્ષનાં પેન્શનરો માટે 25 ટકા, 76થી 80 વર્ષનાં પેન્શનરો માટે 35 ટકા, 81થી 85 વર્ષનાં પેન્શનરો માટે 45, ટકા 86થી 90 વર્ષનાં પેન્શનરો માટે 60 ટકા, 91થી 95 વર્ષનાં પેન્શનરો માટે 75 ટકા, 96થી ઉપરના વર્ષનાં પેન્શનરો માટે 100 ટકા, પેન્શનરોને ઈન્કમટેક્ષમાંથી મુકિત આપવા, અપરણિત દિકરી, ત્યકતા, વિધવા તથા વિધુરને આજીવન પેન્શન આપવું, વનરેન્ક વન પેન્શન સ્કીમ મુજબ વ્યવસ્થા ગોઠવવા, કોરોનાનાં દવાના બિલો રીએમ્બેસમેન્ટમાં સરકાર મંજુર કરે, તાલુકા કક્ષાએ સરકારી મકાન તાલુકા પેન્શનર મંડળના કાર્યલય માટે નિઃશુલ્ક ફાળવવા, 17મીએ સરકાર પેન્શનર ડે જાહેર કરી સરકારી રાહે ઉજવણીનું આયોજન કરવા, નિવૃતી બાદ એક વધારાનું પેન્શન ધાર્મીક ટુર તરીકે આપવા સહિતની વિવિધ માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...