માંગણી:ક્ષત્રિય બારિયા યુવા સંગઠને બારિયાને નવો જિલ્લા બનાવવા આવેદનઆપ્યું

દેવગઢ બારિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા બારિયાને  નવો જિલ્લા બનાવવા આવેદન . - Divya Bhaskar
ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા બારિયાને નવો જિલ્લા બનાવવા આવેદન .
  • દાહોદ, પંચમહાલ અને મહીસાગર કલેક્ટરને આવેદન આપ્યા

દેવગઢ બારિયામાં ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા દેવગઢ બારિયાને નવો જિલ્લો બનાવવા માટે દાહોદ,પંચમહાલ અને મહીસાગરના કલેક્ટરને આવેદન આપ્ય આપ્યા હતાં. આવેદનમાં જણાવ્યુ હતું કે, દેવગઢ બારીઆ તાલુકો દાહોદ જિલ્લામાં આવેલ છે. જે દાહોદ જિલ્લાથી 55 કિ.મી. દૂર છે અને દેવગઢ બારિયાના આજુબાજુના ગામડા દાહોદથી 70 કિ.મી. અંતરીયાળ જંગલ વિસ્તારમાં આવેલ છે. તેથી દાહોદ જવા આવવા માટે એસ.ટી. બસની પૂરતી સુવિધા નથી. તેથી જનતા પારાવાર મુશ્કેલીઓનો સામનો અનુભવી રહી છે. આ સાથે ભીખાપુરા પાવી જેતપુર તાલુકામાં આવેલ છે.

છોટાઉદેપુરથી 60 કિ.મી. દૂર છે. તો દેવગઢ બારિયાને જિલ્લો બનાવવામાં આવે તો દેવગઢ બારિયા, ધાનપુર, સીંગવડ, રણધીકપુર, લીમખેડા, સંતરોડ, દામાવાવ, સાગાટાળા, ભીખાપુરા, પીપલોદનો તાલુકા તરીકે સમાવેશ થાય તેમ છે. દેવગઢ બારિયાને જિલ્લો બનાવવામાં આવે તો ઘણો વિકાસ થઈ શકે તેમ છે અને જનતાને રાહતનો અનુભવ થાય તેવું આવેદનમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...