કાર્યવાહી:ભથવાડા ખાતે ચેકિંગમાં કારમાંથી રૂા.93,340ના દારૂ સાથે ચાલક ઝડપાયો

દેવગઢ બારિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કારમાંથી રૂા.93,340ના દારૂ સાથે ચાલકને ઝડપ્યો. - Divya Bhaskar
કારમાંથી રૂા.93,340ના દારૂ સાથે ચાલકને ઝડપ્યો.
  • ઉસરવાણના યુવક સહિત કિશોર ઝડપાયો
  • જથ્થો, કાર અને બે મોબાઇલ જપ્ત કર્યો

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકેથી વાહન ચેકીંગ દરમિયાન કારમાં વડોદરા લઇ જવાતો 93,340 રૂપિયાના દારૂના જથ્થા સાથે ચાલક અને કિશોરને ઝડપી પાડ્યો હતો. 4,49,340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બે વિરૂદ્ધ પીપલોદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

દાહોદ એસ.પી. હિતેશ જોયસરે જિલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા તેમજ લીસ્ટેડ દારૂ બુટલેગરો ઉપર તેમજ દારૂ, જુગારની પ્રવૃતિ સાથે અગાઉ સંડોવાયેલ ઇસમો તેમજ ગેરકાયદેસરદારૂની હેરાફેરી, પરીવહન કરતા ઇસમોના આશ્રય સ્થાનો ઉપર પરીણામલક્ષી કામગીરી કરવા માટે સુચના આપેલ તેમજ ડીવાયએસપી આર.બી.દેવધાએ સુચના અને માર્ગદર્શન કરેલ તેમજ સીપીઆઇ બેગડીયાએ પણ સુચના કરતા પીપલોદ પીએસઆઇ જી.બી.પરમાર સ્ટાફ ભથવાડા ખાતે વાહન ચેકીંગની કામગીરીમાં હતા.

ત્યારે દાહોદ તરફથી એક સફેદ કલરની હુન્ડાઇ 120 સ્પોર્ટ્સ ફોર વ્હીલ ગાડી નંબર GJ-20-AH-6641 નો ડ્રાયવર તેની ગાડીમા પાછળના ભાગે ડીકીમા દારૂની પેટીઓ ભરી લઇને વડોદરા તરફ જનાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે ભથવાડા ટોલનાકા નજીકમાં વોચમાં હતા.

તે દરમિયાન બાતમીવાળી ફોર વ્હીલ ગાડી આવતાં તેનો રોકી ગાડીમાં તલાસી લેતાં વિદેશી દારૂની પ્લાસ્ટીકની બોટલો ભરેલ 12 પેટીઓ તથા છુટા કવાટરીયા નંગ-142 મળી કુલ બોટલ 718 બોટલ જેની કિંમત રૂા.93,340ની મળી આવી હતી. જથ્થો તથા 3,50,000 રૂ.ની ગાડી અને 2 મોબાઇલ કિં.રૂા.6000 મળી કુલ 4,49,340 રૂપિયા મુદ્દામાલ સાથે દાહોદ તાલુકાના ઉસરવાણ ગામના નિકુલકુમાર કલ્લુભાઇ બારીયા તથા એક કિશોરને ઝડપી બન્ને વિરૂદ્ધ પીપલોદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...