કાર્યવાહી:સંખેડાની ધાડ લૂંટમાં સંડોવાયેલો આરોપી ધાનપુરથી ઝડપાયો

દેવગઢ બારિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નાનીમલુ ગામનો આરોપી છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો
  • ધાનપુર પોલીસે ઝડપી સંખેડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ધાડ લૂંટ તથા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા નાનીમલુ ગામના આરોપીને ધાનપુર પોલીસે બાતમીના આધારે ધાનપુર બજારમાંથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીને સંખેડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

લીમખેડા ડીવાયએસપી આર.બી. દેવધાએ ટીમો બનાવી કામગીરી કરવા સુચના અને જરૂરી માર્ગદર્શન કરતાં બારિયા સીપીઆઇ બેગડીયાએ પણ સુચનાઓ આપતા ધાનપુર પીએસઆઇ પટેલ તથા સે.પીએસઆઇ સોલંકીએ કોમ્બીંગનુ આયોજન હાથ ધર્યુ હતું.

તે દરમિયાન છોટાઉદેપુર જીલ્લાના સંખેડા પોલીસ મથકમાં દાખલ ધાડ લૂંટમાં તથા આર્મ્સ એકટ કલમ-25 ( 1 ) બીએ મુજબના ગુનામા સંડોવાયેલ અને છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપી નાનીમલુ ગામનો મુકેશભાઇ ભીમલાભાઇ મોહનીયા ધાનપુર બજારમા આવ્યો હોવાની બાતમી મળતાં આયોજનબધ્ધ વોચ ગોઠવી પી.એસ.આઇ. તથા ટીમે તેને કોમ્બીંગ કરી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીને ધોરણસર હસ્તગત કરી સંખેડા પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...