તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:92 વર્ષના વૃદ્ધે 5 દિવસમાં કોરોનાને માત આપી 88 વર્ષિય પત્નીએ આરતી ઉતારીને સ્વાગત કર્યું

દેવગઢ બારિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરાના ચંદ્રકાંત પાઠકને કોરોના પોઝિટિવ આવતા પીપલોદ દાખલ કર્યા હતા

“માનસિક રીતે મજબૂત માણસને કોઈ હરાવી શકતું નથી” આ વાક્યને ચરિતાર્થ કરીને ૯૨ વરસના એક કોરોનાગ્રસ્ત વૃદ્ધે માત્ર 5 જ દિવસમાં કોરોનાને મ્હાત આપીને પીપલોદની માં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફરતા આનંદની લાગણી જોવા મળી હતી. કોરોનામુક્ત થઈને ઘેર આવતા પત્નીએ પતિની આરતી ઉતારી અને ચરણ સ્પર્શ કરીને ગૃહપ્રવેશ આપ્યો હતો. વાત છે ગોધરામાં આદિત્યનગર સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત પાઠકની, જેઓની ઉંમર ૯૨ વર્ષ છે. તેમની તબિયત અચાનક લથડી પડી હતી. તેઓને કોરોનાના લક્ષણો જણાતાં hrct રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. જેમાં સીટી સ્કોર 7 અને સીઆરપી 117 ટકા જેટલું ઇન્ફેકશન જણાયું હતું.

જેથી તેમને પરિજનોએ તાબડતોબ દેવગઢબારિયા તાલુકાના પીપલોદમાં આવેલમાં મલ્ટી સ્પેશિયાલિટી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કર્યા હતા. જ્યાં હોસ્પિટલના ફિઝિશિયન ડો.વિશ્વા સુરતીયા તથા તેમની ટીમ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીને સઘન સારવાર આપી હતી. માત્ર એક જ દિવસ થોડા કલાકો માટે ઓક્સિજન આપવું પડયું હતું. ત્યારપછી દર્દીનું ઓક્સિજન લેવલ જળવાઈ રહ્યું હતું અને માત્ર 5 દિવસમાં તેમની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ સમાચારને પગલે તેમના સગા સંબંધીઓમાં ખુશીની લહેર છવાઈ હતી. સૌએ હોસ્પિટલના તબીબો સહિત તમામ નર્સિંગ સ્ટાફનો આભાર માન્યો હતો. તેમના 88 વર્ષના પત્ની રમાબેને કોરોનામુક્ત થઈને સ્વગૃહે પરત ફરેલા પતિની આરતી ઉતારી-ચરણ સ્પર્શ કરીને આવકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...