તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી તંત્ર:લાખોના ખર્ચે બનેલી ટાંકી શોભાના ગાંઠિયા સમાન

પીપલોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુણા ગામે બનાવવામાં આવેલ પાણીનો ટાંકો લાંબા સમયથી બંધ હાલતમાં છે

દેવગઢ બારિયાના ગુણા ગામે ગ્રામજનો દ્વારા સરકાર સામે પીવાના પાણીની ગામમાં વ્યવસ્થા ઉભી કરી આપવા માટે ધારદાર રજૂઆતો કરતા ગામ લોકોની માગને ધ્યાને રાખી ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે આશયથી કૂવો ખોદાવી ટાંકો બનાવી કૂવાનું પાણી મોટર પમ્પ દ્વારા બનાવેલ ટાકામાં ચડાવી પાઈપલાન નાંખી ઘર ઝૂંપડી અને છેવાડાના ઘર સુધી પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત ગુણા દ્વારા બારીયા ફળિયું અને કોલિયારી ફળિયા સુધી પાઈપલાઈન બિછાવવાની કામગીરી પણ કરાયેલી છે.

તમામ કામગીરી પૂર્ણ કર્યાનો અહેવાલ ગ્રામ પંચાયત ગુણા દ્વારા લાગતી-વળગતી કાર્યાલયે મોકલી આપતા આ પાઈપલાઈન ચાલુ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ પાઈપલાઈનનું ટેસ્ટિંગ કરતી વેળાએ પાઈપલાઈનના વાલ્વમાં ખામીના કારણે પાઇપોમાં પાણીના પ્રેશર આવતાની સાથેજ તૂટી ગઈ હતી. જેનું આજદિન સુધી કોઈપણ જાતનું કામકાજ કે સમારકામ પણ થયું નથી. આ વાતને વર્ષો વિસરી ગયા છતાં પણ હજુ સુધી ચાલુ થયું નથી.

સામૂહિક કૂવાની હાલત દિનપ્રતિદિન ખરાબ થઇ રહી છે અને કુવામાં પાણીની જગ્યાએ કચરો જોવાઈ રહ્યો છે. સરકાર દ્વારા લોકકલ્યાણ અને વિકાસના કામે લાખ્ખો રૂપિયા ખર્ચવામાં આવે છે પણ જેતે વહીવટ કરતાની બેદરકારીના ભોગે ખર્ચેલા નાણાં વ્યર્થ જાય છે. હાલ ઉનાળાની મોસમનું આગમન થઇ રહ્યું છે. ધીરેધીરે પાણીના સ્તર પણ ઊંડા જઈ રહ્યા છે ત્યારે ગ્રામ જનો પાણી હોવા છતાં પાણીના વેખલા કરે છે. આ બાબતને ગ્રામજનો દ્વારા ગ્રામપંચાયત ગુણા ખાતે અનેકો રજૂઆતો થઇ છે પણ કોઈ ધ્યાને લેતું નથી.આ બાબતે જવાબદાર તંત્ર યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો