ભાસ્કર વિશેષ:દેવગઢ બારીયાના રાજવી ઉર્વશીદેવીનો પગ ફ્રેક્ચર થતાં સરકારી દવાખાનામાં ઓપરેશન કરાવ્યું

દેવગઢ બારિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સારવાર લેતાં રાજવી ઉર્વશીદેવી. - Divya Bhaskar
સારવાર લેતાં રાજવી ઉર્વશીદેવી.
  • એક કલાક સુધી ઓપરેશન : સ્લિપ થઇ જતાં પગમાં ફ્રેક્ચર થયું હતું

દેવગઢ બારિયાના રાજવી અને માજી મંત્રી ઉર્વશીદેવી ગઈકાલે રાજમહેલમાં વોક કરતા કરતા સ્લીપ થયા હતાં. જેથી તેમનો પગ ફેક્ચર થઈ ગયો હતો. તેઓ દે.બારિયાની શ્રીમંત મહારાજા જયદીપસિંહજી સિવિલ ખાતે સામાન્ય પ્રજાની જેમ પગની સારવાર માટે ગયા હતા. પગમાં જોઇન્ટ ફ્રેક્ચર થતાં ઓપરેશન કરવાની સલાહ ડોક્ટરે આપી હતી.જેથી ગુરુવારે સવારે તેઓ સિવિલમાં જઈ દાખલ થયા હતા. દાખલ થયા બાદ સિવિલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર હિમાંશુ રાઠવા દ્વારા કરાયેલી સર્જરી 1 કલાક ચાલી હતી. આમ ઘણા ધનાઢ્ય લોકો અને રાજનેતાઓ અને મધ્યમ વર્ગીય પણ હવે સિવિલની જગ્યાએ ખાનગીમાં સારવારનો આગ્રહ રાખે છે.

આ રાજવી અને પૂર્વ મંત્રી ઉર્વશીદેવીએ આજે સરકારી સિવિલમાં સામાન્ય પ્રજાની જેમ સારવાર કરાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજવી ઉર્વશી દેવી બાપુરાજ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, દે.બારિયામાં મારા પિતાશ્રી મહારાજા જયદીપસિંહ દ્વારા સરકારને સિવિલ હોસ્પિટલ અપાઈ હતી. જે મારા પિતાના નામે ચાલે છે. આમાં ઓર્થોપેડિક સર્જન આદિવાસી સમાજમાંથી આવતા ડોક્ટર હિમાંશુ ભાઈ રાઠવા દ્વારા તથા સ્ટાફ દ્વારા ખૂબ સારી સારવાર મળી છે. સિવિલમાં સામાન્યની જેમ મેં પણ સારવાર લીધી અને લોકોને અપીલ કરું છું કે સિવિલમાં પણ ઉત્તમ અને સારવાર થાય છે.

નાના હાડકાનું ઓપરેશન કરાયુ
નાનું હાડકા એકલાનું ઓપરેશન કરી ગ્રુપમાં નાખી ફીટ કરવામાં આવ્યું છે. તેમની તબિયત ખૂબ સારી છે અને અમને પણ ગર્વ છે કે અમને આવા રાજવી પરિવારના સભ્યની સારવાર કરવાની તક મળી છે. - ડો.હિમાંશુ રાઠવા, ઓર્થોપેડિક,

અન્ય સમાચારો પણ છે...