માર્ગદર્શન:પંચેલામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીમાં લોકોને જાગૃત કરાયા

દેવગઢ બારિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન્યજીવ તથા પર્યાવરણ સંરક્ષણ તેમજ સંવર્ધન વિશે માર્ગદર્શન અપાયું

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ના.વ.સં. બારીયાના માર્ગદર્શન તેમજ મ.વ.સં.ની સૂચનાથી બારીયા તાલુકાના પંચેલા ગામે બારીયા નોર્મલ રેન્જ તથા સામાજિક વનીકરણ રેંજ બારીયાના સંયુક્ત ઉપક્રમે પરિક્ષેત્ર વન અધિકારી બારીયા દ્વારા વન્યજીવ તથા પર્યાવરણ સંરક્ષણ તેમજ સંવર્ધન વિશે ગામ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈઓ વિશે સમજણ આપવામાં આવી હતી.

તેમજ માનવ વન્યપ્રાણી ઘર્ષણ કેવી રીતે નિવારી શકાય તે બાબતે સમજણ આપવામાં આવી હતી. તથા જંગલ ભાગે દવ ન લગાડવા અંગે પણ સમજણ આપવામાં આવી હતી. કિંગ ઓફ રાજમહેલ સ્નેક રેસ્ક્યુ ટિમના સભ્યો તેમજ રવિભાઈ પરમાર દ્વારા વિવિધ પ્રકારના સાપો વિશે ગ્રામજનોને વિસ્તૃત સમજણ સાપના નમૂના બતાવાયા હતાં. ગ્રામજનોને તુલસીના રોપા વિતરણ આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...