ધરપકડ:ભથવાડા ટોલનાકેથી કારમાં લઇ જવાતા દારૂ સાથે એક ઝડપાયો

દેવગઢ બારિયા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુદ્દામાલ સાથે છોટાઉદેપુરના ડ્રાઇવરની ધરપકડ

દાહોદ જિલ્લાના ભથ‌વાડા ટોલનાકા ઉપરથી કારમાં ગોધરા તરફ લઇ જવાતો 72 હજાર ઉપરાંતના દારૂ સહિત 1,73,240ના મુદ્દામાલ સાથે છોટાઉદેપુરના ડ્રાઇવરને દેવગઢ બારિયા પોલીસે ઝડપી પાડ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પોલીસ મથકનો સ્ટાફ ગત રાત્રીના સમયે ભથવાડા ટોલનાકા ઉપર વાહન ચેકિંગની કરી રહ્યા હતા. પી.એસ.આઇ. એન.જે.પંચાલને બાતમી મળી હતી કે દાહોદ લીમખેડા તરફથી આરજે-27-ટીએ-0917 નંબરની ટવેરા ગાડીમાં ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા તરફ જવાનો છે.

જેના આધારે ટોલનાકા ઉપર વોચમાં હતા ત્યારે દાહોદ લીમખેડા તરફથી બાતમી વાળી ટવેરા ગાડી આવતાં તેને ઉભી રખાવી હતી. ગાડીમાં તલાસી લેતાં પાછળની શીટોની નીચે બનાવેલા ચોરખાનામાં શંકાસ્પદ વસ્તુ ભરેલુ જણાતા આ બાબતે ગાડીના ચાલક છોટા ઉદેપુરના ટાંકી ફળીયામાં રહેતા સંજય બાબુ રાઠવાની પુછપરછ કરતાં તેને સંતોષકારક જવાબ નહી આપતાં ગાડીની શીટો ખોલી જોતા ચોરખાનાની અંદરની વિદેશી દારૂની 168 બોટલ જેની કિંમત 72,240ની મળી આવી હતી. દારૂનો જથ્થો તથા હેરાફેરીમાં વપરાયેલ 1,00,000ની કિંમતની ગાડી અને 1000ની કિંમતના એક મોબાઇલ મળી કુલ 1,73,240ની કિંમતના મુદ્દામાલ સાથે ગાડીના ડ્રાઇવરની ધરપકડ કરી દેવગઢ બારિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...