વિરોધ પ્રદર્શન:નગરપાલિકાના કર્મીઓએ કાળીપટ્ટી પહેરી ફરજ બજાવી

દાહોદ/ દેવગઢ બારિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ અને દે.બારિયામાં કર્મીઓએ કાળીપટ્ટી લગાવી કામ કર્યુ

અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા તા.16 થી 18 ના રોજ કાળી પટ્ટી પહેરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયુ હતું. બુધવારે દાહોદ અને બારિયા પાલિકાના કર્મીઓએ કાળીપટ્ટી લગાવીને પોતાની ફરજ બજાવી હતી.

બારીઆ પાલિકામાં કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર અને ઇન્ચાર્જ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા અને ગુજરાતમાં આવેલ 156 પાલિકાના અખિલ ગુજરાત પાલિકા કર્મચારી મહામંડળના પ્રદેશ ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાઠોડ પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાત રાજ્ય કર્મચારી અધિકારી લડત સમિતિના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ ગુજરાતમાં આવેલ તમામ સરકારી સંગઠનો, પંચાયત કર્મચારી મહાસંઘ, ધ ઓફીસરર્સ ફેડરેશન,ગુજરાત કર્મચારી ઉત્કર્ષ મંડળ, રેવેન્યુ કર્મચારી મહામંડળ, ન્યાયાલય કર્મચારી મહામંડળ, બોર્ડ નિગમ કર્મચારી મહામંડળ, મહાનગરપાલિકા સંકલન સમિતિ જેવા વિવિધ મંડળો સાથે સાથે વિરોધ પ્રદર્શન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...