હાલાકી:દેવગઢબારિયામાં ગૌરવ પથ ઉપર મસમોટા ખાડા, સ્ટેટ હાઇ વેની કામગીરી ગોકળગતિએ

દેવગઢબારિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવગઢ બારિયામાં જકાતનાકાથી ભે દરવાજા સુધીના ગૌરવ પથમાં ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે. તેના પર ડામરનું પેચિંગ કરીને ઢાંકપિછોડો તો કરાયો હતો પરંતુ ચોમાસામાં તેનો મેક અપ ઉતરી ગયો છે. આ મુખ્ય માર્ગ પર વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જ્યારે બીજી તરફ બારિયા-પીપલોદ અને બારિયા-ધાનપુર સ્ટેટ હાઇ-વેની કામગીરી પણ ગોકળગતિએ ચાલી રહી છે. એ તો ઠીક પણ એ બંને માર્ગો પર પણ મોટા મોટા ગાબડાં પડી ગયા છે. ઠેર ઠેર રસ્તાનું ધોવાણ થયેલ છે. માર્ગનું દુરસ્તીકરણ વહેલી તકે કરીને પ્રજાને પડતી હાલાકી વહેલી તકે દુર કરે તેવી લોકમાગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...