તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસક્યું:દેવગઢ બારીયા ના કાળીયાગોટામાં માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, દીપડો 6થી 8 વર્ષનો હોવાનું કર્મીઓનું અનુમાન

દેવગઢ બારીયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેવગઢ બારીયાના રામા અને કાલીયાગોટા ગામે પ્રજાને હેરાન કરનાર દીપડો આખરે રાત્રીના આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં કાલીયાગોટા ગામે પાંજરે પુરાયો હતો. દીપડો 6થી 8 વર્ષનો હોવાનું વનકર્મીઓનું અનુમાન કરવામાં આવ્યુ છે. દેવગઢ બારીયાના જંગલ વિસ્તારમાં માનવભક્ષી દિપડાના હેરાનગતિના અનેક બનાવો બનવા પામ્યા છે. ત્યારે કાળીયાગોટા ગામે જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં દિપડો કેદ થઇ ગયો હતો.

આ દીપડો પકડાયા છતાં માદા હજી તેના બચ્ચા સાથે લટાર મારી રહી હોવાની લોકોમાં ચર્ચા હોવાથી થોડી દહેશત અકબંધ છે. કાળીયાગોટા, રામા અને ડાંગરીયા ગામના લોકો દિપડાના ભયથી ખેતી કામ પણ સમય સર કરી શકતા નથી. હાલ મકાઈને પિયત અને તૈયાર થયેલા તુવેરની પાપડી વીણવામાં ખેતરે જવા તૈયાર નથી પ્રજાને હેરાન કરનાર માનવભક્ષી દિપડો પાંજરે પુરાતા લોકોએ થોડોક હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો