કાર્યવાહી:ટ્રકમાં ચોરખાનું બનાવી હેરાફેરી કરાતો રૂ.22 લાખનો દારૂ જપ્ત

દેવગઢ બારિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના ચાલકની ધરપકડ : દારૂ, ટ્રક મળી 36.19 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે એલસીબી અને પીપલોદ પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરાયેલી વાહન ચેકિંગમાં એક બંધ બોડીના ટ્રકમાં ચોરખાનુ બનાવીને હેરાફેરી કરવામાં આવતો 22 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ એલસીબી પીએસઆઇ એમ.એફ ડામોર, એન એન પરમાર તથા પીપલોદના પીએસઆઇ જી.બી.પરમાર સહિતનો સ્ટાફ પીપલોદ ગામે વાહન ચેકિંગમાં ઉભો હતો.

તે વખતે પીપલોદ દેવગઢ બારીયા રોડ પીપલોદ માતાનાવડ બસ સ્ટેશન નજીક ચોકડી પાસે એક ટાટા બંધબોડીની ટ્રક નં . GJ - 06 - BT - 6242ને શંકાના આધારે રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી કંઇ જ મળ્યુ ન હતુ પરંતુ શંકા જતાં તલસ્પર્શી તપાસમાં તેમાં ચોરખાનુ મળી આવ્યુ હતું.આ ચોરખાનામાંથી પોલીસને વિદેશી દારૂની પુઠ્ઠાની પેટીઓ નંગ 640 માં કાચની કુલ બોટલ નંગ .7680 ની કુલ કિંમત રૂપિયા 22,16,280ની મળી આવી હતી.

પોલીસે રાજસ્થાનના બાડમેરના રતાસર ગામના ચાલક કિશનલાલ મોડારામ ચૌધરીની ધરપકડ કરી હતી. ચાલક પાસેથી એક મોબાઇલ પણ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક મળીને 36,19,280 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. પીપલોદ પોલીસ મથકે ગુનો દાખલ કરીને દારૂ ક્યાંથી લવાતો હતો અને ક્યાં લઇ જવાતો હતો તે અંગેની તલસ્પર્શી તપાસ પોલીસે શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...