તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેવગઢ બારિયામાં આવેલ ઐતહાસિક ઇમારતો દેખરેખ અને મેન્ટેનન્સનો અભાવે ખખડધજ બની રહી છે. નગર મધ્યે આવેલ ટાવર અને છોટાઉદેપુર રોડ વિસ્તારમાં આવેલ ભે દરવાજો રાજવી ધરોહર ગણાય છે. પરંતુ તેના રીપેરીંગ પ્રત્યે દાખવાતી ભારોભાર અનદેખીના કારણે તેના નામોનિશાનની ભીતિ સેવાઇ રહી છે.
જવાબદાર તંત્ર દ્વારા ઐતહાસિક ઇમારતોની જાળવણી પ્રત્યે યોગ્ય પગલાં ના લેવાતા નગરપ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢ બારિયા એક જમાનામાં પંચમહાલનું પેરિસ કહેવાતું હતું અને નગર મધ્યે આવેલ ટાવરને એફિલ ટાવરનું બિરુદ અપાતું હતું. પરંતુ આ ઐતહાસિક ઇમારતમાં આવેલ ઘંટાઘર લાંબા સમયથી બંધ છે.
તેને ચાલુ કરવાની કોઈ તસ્દી લેતું નથી. તે ટાવરની અંદર સાફસફાઇ નિયમિત રીતે કરાતી નથી. વાર તહેવારે તેને શણગારવામાં તો આવે છે પણ રંગરોગાન કરાતું નથી. આ રીતે રાજવી નગરના ઇતિહાસનું જેને ટાઈમમશીન કહેવાય છે એનો જ સામે ખરાબ ચાલી રહયો છે.
એ જ રીતે દેવગઢબારિયાની દક્ષિણ દિશાએ આવેલ નગરનું પ્રવેશદ્વાર ભે દરવાજો પણ ક્ષતિગ્રસ્ત હાલતમાં છે. અહી આવનજાવનનો માર્ગ ખૂબ જ સાંકડો અને એકમાર્ગીય હોવાથી જગ્યાના અભાવે અથવા ઓવરસ્પીડના કારણે વાહનો ભે દરવાજાની દીવાલો સાથે ટકરાતાં રહે છે અને તેને ક્ષતિગ્રસ્ત કરે છે.
અવારનવાર થતાં વાહનોના નાના-મોટા અકસ્માતોમાં ભે દરવાજાની હાલત ખખડધજ બની છે. આ રીતે ઐતહાસિક ઇમારતોના ટકાઉપણા વિષે પ્રશ્નાર્થ સર્જાયા છે. નગરપાલિકા દ્વારા તેના રિપેરીંગ, મેન્ટેનન્સ અને સલામતીનો દેખીતો અભાવ નજરે પડે છે. જેના કારણે નગર સહિત દેશ-પરદેશમાં વસતા નગરપ્રેમીઓમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.